fbpx
બોલિવૂડ

બચ્ચન પાંડે કરતાં ઓછું છે લાલ સિંહ ચઢ્ઢાનું ઓપનિંગ ડે કલેક્શન

૨૦૨૨ના વર્ષમાં બોલિવૂડની ઘણી બિગ બજેટ ફિલ્મો રીલિઝ થઈ છે. કેજીએફ ૨, પુષ્પા અને આરઆરઆરને સુપરહિટ બનાવનારું ઓડિયન્સ ૨૦૨૨ના વર્ષમાં બોલિવૂડની ફિલ્મોને ઠંડો રિસ્પોન્સ આપી રહ્યું છે. ૨૦૨૨ના વર્ષમાં બોલિવૂડની ઘણી બિગ બજેટ ફિલ્મો રીલિઝ થઈ છે. ૧૧મી ઓગસ્ટે બોક્સ ઓફિસ પર આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા અને અક્ષય કુમારની રક્ષાબંધન વચ્ચે સીધી ટક્કર થઈ હતી. બૉયકોટ બોલિવૂડ ટ્રેન્ડની અસર હેઠળ બંને ફિલ્મોને મિક્સ રિસ્પોન્સ મળી રહ્યો છે. જેના કારણે અક્ષય કુમારની ફ્લોપ ફિલ્મ ગણાતી બચ્ચન પાંડે કરતાં પણ ઓછું કલેક્શન આ બંને ફિલ્મોને રીલિઝના પહેલા દિવસે મળ્યું છે.

કાર્તિક આર્યન, તબુ અને કિયારા અડવાણીની ફિલ્મ ભૂલ ભુલૈયા ૨ને પહેલા દિવસે બોક્સઓફિસ પર રૂ.૧૪.૧૧ કરોડનું કલેક્શન મળ્યું હતું. ૨૦૨૨ના વર્ષમાં સૌથી વધુ ઈનકમ મેળવનારી ફિલ્મ તરીકે તેનો રેકોર્ડ હજુ અકબંધ છે. અક્ષય કુમાર અને ક્રિતિ સેનોનની ફિલ્મ બચ્ચન પાંડેના પ્રોડક્શન પાછળ ૧૨૦ કરોડનો ખર્ચ થયો હતો. ફિલ્મે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ૧૩.૨૫ કરોડનું કલેક્શન મેળવ્યું હતું. આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા વર્ષની ત્રીજી સૌથી મોટી ઓપનર સાબિત થઈ છે. તેને પહેલા દિવસે રૂ.૧૨ કરોડની ઈનકમ થઈ છે.

ચોથા નંબરે અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ છે, જેણે ૧૦.૭૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીએ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ૧૦.૫૦ કરોડનું કલેક્શન કર્યું હતું. રણબીર કપૂર અને સંજય દત્તની બહુચર્ચિત ફિલ્મ શમશેરાને ઓપનિંગ ડે પર માત્ર ૧૦.૨૦ કરોડનું કલેક્શન મળ્યું હતું અને આ ફિલ્મે છઠ્ઠું સ્થાન હાસલ કર્યું છે. સાતમા નંબરે અક્ષય કુમારની રક્ષાબંધન છે. ભૂમિ પેડનેકર સાથેની આ ફિલ્મને બોક્સ ઓફિસ પર પહેલા દિવસે ૮.૨૦ કરોડની ઈનકમ થઈ છે.

લાલ સિંગ ચઢ્ઢા અને રક્ષાબંધનના પ્રોડક્શન પાછળ તોતિંગ ખર્ચ કરવામાં આવ્યો છે અને પ્રમોશનમાં પણ કોઈ કચાશ રખાઈ નથી. તહેવારના દિવસોમાં રીલિઝ થતી બિગ બજેટ ફિલ્મો સામાન્ય રીતે હિટ રહેતી હોય છે, પરંતુ આ વખતે બોલિવૂડના સમીકરણો અવળા પડી રહ્યા છે. જાે કે કેટલાક સપોર્ટરનું માનવું છે કે, શરૂઆતના ટ્રેન્ડ પરથી ફિલ્મોનું ભવિષ્ય નક્કી ન થઈ શકે. આગામી દિવસોમાં માઉથ પબ્લિસિટીના કારણે અક્ષય અને આમિર બંનેની ફિલ્મો ચાલવા માંડશે.

Follow Me:

Related Posts