ભાવનગર

બજરંગદાસબાપાના ધામ બગદાણા ખાતે દિવાળી પર્વવાળાના દિવસોમાં હજારો દર્શનાર્થીઓએ લાભ લીધો

મહુવા તાલુકાના બગદાણા ગામ ખાતે આવેલા સુપ્રસિદ્ધ બજરંગદાસ બાપાના ગુરુઆશ્રમ ખાતે દિવાળીના દિવસોમાં ચિક્કાર માનવ મેદની રહી હતી. વિક્રમ સંવત 2081 ના નવા વર્ષના દિવસે તેમજ ધનતેરસથી લઈને દિવાળી, ભાઈબીજના તહેવારોમાં ખૂબ મોટી સંખ્યામાં યાત્રાળુઓએ દર્શનનો લાભ લીધો હતો. બગદાણા તરફની ચારેય દિશાઓમાંથી મોટી સંખ્યામાં પેદલયાત્રીઓ પણ બગદાણા ધામે પહોંચ્યા હતા. નાના-મોટા વાહનોનું પણ પુષ્કળ ટ્રાફિક રહ્યું હતુંનુતનવર્ષના પ્રારંભે પ્રતિ વર્ષની પરંપરા મુજબ ગુરુઆશ્રમ ખાતેના તમામ મંદિરો તેમજ ગામના વિવિધ દેવાલયોમાં અન્નકૂટ પ્રસાદ ધરવામાં આવ્યો હતો.અહીં ગુરુઆશ્રમ ખાતે મંદિરો અને સમગ્ર પરિસરને દીવાઓ અને રોશનીથી જળાહળા કરવામાં આવ્યું હતું.સમગ્ર ટ્રસ્ટીમંડળના માર્ગદર્શન નીચે અગ્રણીઓ તેમજ સ્વયંસેવકોએ સતત ખડે પગે રહીને બેનમૂન સેવા પૂરી પાડી હતી. પાર્કિંગ થી લઈને ચા-પાણી, દર્શન, રસોડા વિભાગ, ભોજનાલય, સુરક્ષા જેવા વિભાગોમાં સ્વયંસેવકો એ શિસ્તબદ્ધ રીતે કામગીરી કરી હતી.

Related Posts