બગદાણા ખાતે બજરંગદાસ બાપાની પુણ્યતિથિ નિમિત્તે યાત્રા કરતા યાત્રાળુઓ માટે “વ્હાલાનો વિસામો” નામે સેવાનો સમીયાણો સેવાભાવીઓ દ્વારા ઊભો કરવામાં આવ્યો હતો. પુણ્યતિથિ મહોત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બગદાણા જતા હોય છે.તેમના માટે સવારે ચા નાસ્તો,બપોરે ગરમા ગરમ ભોજન, રાત્રીના વાળુની વ્યવસ્થા સાથે સતત 24 કલાકની અવિરત સેવા અહીંયા ઈલિપ્ટમ ભાવનગરના વિવેકભાઈ ચાવડા અને પ્રકાશભાઈ ચાવડા, પાલીતાણા દ્વારા પૂરી પાડવામાં આવી હતી.
યાત્રાળુ જુનોની સુખાકારી માટે અને સેવા માટે સતત એક અઠવાડિયા સુધી અહીં વિશાળ મંડપ શમિયાનો ઉભો કરવામાં આવ્યો હતો રાત્રિના આકર્ષક રંગબેરંગી રોશની સાથે સાઉન્ડ સિસ્ટમ માં બાપાના ભજનો અને કીર્તનો સાથે બહેનો ભાઈઓ બાળકોએ આ લાભ લીધો હતો.અહીં મોબાઈલ ટોયલેટ બાથરૂમ સહિત જનરેટર સાથેની વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. કંઈ પણ ફંડફાળા વગર ઠળિયા ગામ નજીક ઊભી કરવામાં આવેલી આ સુંદર સેવાનો હજારો યાત્રાળુઓએ ”વ્હાલાનો વિસામો” લાભ લીધો હતો.
Recent Comments