બજરંગબલી દાદાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ
તળાજા નજીક દેવળીયા ગામે આવેલા ગુરુદત્તાત્રેય આશ્રમ ખાતે સોમવારથી પંચમુખી હનુમાનજીદાદાના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ.
તળાજા પાલીતાણા માર્ગ પર આવેલા ગુરુદત્તાત્રેય આશ્રમ, દેવળીયા ધાર ખાતે શ્રી પંચમુખી હનુમાનજીદાદાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે.
દેવળીયા ગામ સમસ્ત આયોજિત આ ત્રિદિવસીય મહોત્સવ નો પ્રારંભ તા.3 અને સોમવારથી થશે. જયારે યજ્ઞની પૂર્ણાહુતિ તા. 6 અને ગુરુવારના રોજ થશે.
બ્રહ્મલીન મહંત મોહનગીરીબાપુની તપોભૂમિ ખાતે આ મહાયજ્ઞના આયોજનમાં જળયાત્રા, નગરયાત્રા તેમજ પૂજન, આરતી અને વિજય મુહૂર્તમાં પ્રતિષ્ઠા હોમ ગ્રહશાંતિ,સાથે હનુમાન જયંતીના દિવસે શ્રીફળ હોમ સાંજના 4 કલાકે થશે.
જુનાગઢ થાણાપતિ મહંત પૂ. લહેરગીરીબાપુના સાનિધ્યમાં યોજાનાર આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તા. 4 ને મંગળવારના રાત્રિના 9 કલાકે સ્વામી શિવચેતનગીરી મહારાજ, રામદાસ ગોંડલીયા, સુખદેવ ધામેલીયા, રાજ ગઢવી સહિતના કલાકારો દ્વારા ભજન,સંતવાણી પીરસવામાં આવશે.
સૌને આ ધર્મકાર્ય યજ્ઞકાર્યમાં દર્શન તેમજ પ્રસાદ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
Recent Comments