બજેટના પૈસા બાળકોના કુપોષણ દુર કરવાની જગ્યાએ ભ્રષ્ટાચાર, તાયફાઓમાં કરોડો ખર્ચ્યા પછી બાળકોનું નહિ મળતિયાઓનું કુપોષણ દુર થયું.

· ૨ વર્ષમાં બજેટમાં ૧૦,૦૦૦ કરોડ ફાળવ્યા છતાં કુપોષિત બાળકો ૪ ગણા વધ્યા. : અમિત ચાવડા
· બજેટના પૈસા બાળકોના કુપોષણ દુર કરવાની જગ્યાએ ભ્રષ્ટાચાર, તાયફાઓમાં કરોડો ખર્ચ્યા પછી બાળકોનું નહિ મળતિયાઓનું કુપોષણ દુર થયું. : અમિત ચાવડા
· રાજ્યમાં ૩૩ જિલ્લાઓમાં તા.૩૧-૧૨-૨૦૧૮ની સ્થિતિએ કુપોષિત બાળકોની સંખ્યા ૧,૧૮,૦૪૧ હતી.
· રાજ્યમાં ૩૦ જિલ્લાઓમાં તા.૩૧-૧૨-૨૦૨૨ની સ્થિતિએ કુપોષિત બાળકોની સંખ્યા ૧,૨૫,૯૦૭ હતી.
· રાજ્યમાં ૩૧ જિલ્લાઓમાં તા.૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ કુપોષિત બાળકોની સંખ્યા ૫,૭૦,૩૦૫ હતી.
· રાજ્યમાં અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ૫૬,૯૪૧ બાળકો, આદિવાસી વસ્તી ધરાવતાં દાહોદ જિલ્લામાં ૫૧,૩૨૧ બાળકો, બનાસકાંઠા જિલ્લામાં ૪૮,૮૬૬ બાળકોની સંખ્યા છે.
· મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી જે જિલ્લામાંથી ચુંટાઈને આવે છે તે રાજકોટ જિલ્લામાં ૨૦૧૮માં કુપોષિત બાળકોની સંખ્યા ૨,૪૦૯ હતી તે ૨૦૨૩માં ૧૫,૫૭૩ થઈ છે.
· રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યામાં મોટો વધારો થયો છે, વર્ષ ૨૦૨૨માં ૧,૨૫,૯૦૭ હતી તે સંખ્યામાં ચાર ગણા કરતા વધુનો વધારો નોંધાયો છે અને વર્ષ ૨૦૨૩માં કુપોષિત બાળકોની સંખ્યા ૫,૭૦,૩૦૫ થઈ છે. રાજ્ય સરકાર કુપોષણ દૂર કરવાના દાવાઓ કરે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યા બતાવવામાં આવે છે તેમાં આંગણવાડી કેન્દ્રોમાં આવતા બાળકો પૈકીની સંખ્યા બતાવવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રોમાં ન જતાં હોય તેવા કુપોષિત બાળકોની સંખ્યા લાખોમાં છે.
Recent Comments