વર્ષ ૨૦૨૩ – ૨૪ ના બજેટને આવકારતા અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રાજુભાઇ શીંગાળા. દરેક વર્ગના લોકો માટે કંઈક ને કંઈક વિશેષ રાહત આપનારાં બજેટમાં ખાસ કરીને પર્યાવરણ સુરક્ષાને વેગ આપવા માટે ઈલેકટ્રીક વાહનો પર વિશેષ છૂટનો સ્વીકાર ખૂબ સ્વાગત યોગ્ય છે. વળી મહિલાઓ અને સિનિયર સિટીઝન માટે પણ બચતના વ્યાજ દર મોંઘવારીનાં યુગમાં આ વર્ગના લોકો માટે રાહતરૂપ બનશે. એકંદરે સર્વસમાવેશી બજેટ આ વખતનું ભારતીય અર્થતંત્રને એક નવી દિશા આપનારું બજેટ ગણી શકાય. વેપારી વર્ગ દ્વારા પણ આ બજેટને ભારે આવકાર મળ્યો
બજેટને આવકારતા અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રાજુભાઇ શીંગાળા

Recent Comments