બજેટમાં નાણાપ્રધાન ર્નિમલા સીતારમણ બજેટમાં મહિલાઓ માટે મોટી જાહેરાત કરી
આજે બજેટમાં નાણાપ્રધાન ર્નિમલા સીતારમણ બજેટમાં મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. જેનાથી મહિલાઓને લાભ સાબિત થશે. છેલ્લા ૧૦ વર્ષમાં મહિલાઓએ ઘણી પ્રગતિ કરી છે. તેમજ મહિલાઓને સર્વાઇકલ કેન્સરથી રાહત મળે તે માટે ૯ થી ૧૪ વર્ષની છોકરીઓને રસી આપવામાં આવશે. સર્વાઇકલ કેન્સર રસીકરણ ૪૬. ??સર્વાઇકલ કેન્સરને રોકવા માટે અમારી સરકાર ૯ થી ૧૪ વર્ષની છોકરીઓને રસીકરણને પ્રોત્સાહિત કરશે.
માતૃત્વ અને બાળ સંભાળની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે સંકલન કરવા માટે, આને એક વ્યાપક કાર્યક્રમ હેઠળ લાવવામાં આવશે. “સક્ષમ આંગણવાડી અને પોષણ ૨.૦” હેઠળ આંગણવાડી કેન્દ્રોના અપગ્રેડેશનને સારુ પોષણ, પ્રારંભિક બાળપણની સંભાળ અને વિકાસ માટે ઝડપી બનાવવામાં આવશે. રસીકરણનું સંચાલન કરવા માટે રચાયેલ નવું ેં-ઉૈંદ્ગ પ્લેટફોર્મ અને મિશન ઇન્દ્રધનુષના સઘન પ્રયાસો ઝડપથી સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવશે.
આયુષ્માન ભારત યોજના હેઠળ, તમામ આશા વર્કર, આંગણવાડી કાર્યકરો અને સહાયકોને પણ આરોગ્ય સંભાળ સુરક્ષામાં સામેલ કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું, લખપતિ દીદીને પ્રમોટ કરવામાં આવશે. તેમનો પગાર ૨ કરોડથી વધારીને ૩ કરોડ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ૯ કરોડ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે. ર્સ્વનિભરતા લખપતિ દીદીમાંથી આવી છે. આંગણવાડીના કાર્યક્રમો ઝડપી કરવામાં આવશે. અત્યાર સુધી એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે.
Recent Comments