રાષ્ટ્રીય

બજેટમાં ભારતના સંરક્ષણ બજેટમાં ૬૯ કરોડનો વધારો તો કેટલો ખર્ચ કરે છે ચીન-પાકિસ્તાન તે જાણો..

કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણે બુધવારે સંસદમાં દેશનું બજેટ રજૂ કર્યું છે. જેમાં ડિફેન્સ સેક્ટર પર થનારા ખર્ચની માહિતી પણ આપવામાં આવી હતી. સામાન્ય બજેટ ૨૦૨૩-૨૪ મુજબ આ વર્ષનું સંરક્ષણ બજેટ ૫.૯૪ કરોડ રૂપિયા હશે. જણાવી દઈએ કે, ૨૦૨૨-૨૩માં સંરક્ષણ બજેટ ૫.૨૫ લાખ કરોડ હતું. એટલે કે આ વર્ષે ૧૨.૯ ટકાનો વધારો થયો છે. જેમાં મૂડી ખર્ચ માટે કુલ ૧.૬૨ કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાં નવા હથિયારો, એરક્રાફ્ટ, યુદ્ધ જહાજ જેવા સામાનની ખરીદીનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે, આ વખતે ભારતનું સંરક્ષણ બજેટ ૫.૯૪ લાખ કરોડ રૂપિયા છે, એટલે કે લગભગ ૬૯ હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે. જણાવી દઈએ કે, આપણી સરહદો ઘણા દેશો સાથે છે.

આવી સ્થિતિમાં સુરક્ષા પર ધ્યાન આપવાની પણ ખૂબ જરૂર છે. ભારતની નજીક ચીન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાન જેવા દેશો છે. આપણી સરહદો ૭ દેશો સાથે મળે છે. જ્યારે ચીનની સરહદ ૧૭ દેશોથી અને પાકિસ્તાન ૪ દેશોથી ઘેરાયેલું છે. આ કારણે અહીંનું સંરક્ષણ બજેટ સારું છે. જાેકે, તાલિબાન શાસિત અફઘાનિસ્તાનના બજેટ અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી. કહેવાય છે કે, અફઘાનિસ્તાનમાં અગાઉની સરકારનું સંરક્ષણ બજેટ ૪૦૫ કરોડની આસપાસ હતું. તે જ સમયે, ચીનનું અગાઉનું સંરક્ષણ બજેટ લગભગ ૫.૯૩ લાખ કરોડ અને પાકિસ્તાનનું લગભગ ૬૧ લાખ કરોડ હતું.

ભારતની સરખામણીમાં ચીન અને પાકિસ્તાનનું સંરક્ષણ બજેટ કેટલું છે? તે જાણો.. એક રિપોર્ટ અનુસાર, ૨૦૨૨-૨૩માં પાકિસ્તાનનું સંરક્ષણ બજેટ ભારતની ચલણ અનુસાર લગભગ ૪૬ હજાર ૬૮૯ કરોડ રૂપિયા છે. આવી સ્થિતિમાં ભારતનું સંરક્ષણ બજેટ પાકિસ્તાન કરતા લગભગ ૧૩ ગણું વધારે છે. બીજી તરફ જાે ચીનની વાત કરીએ તો ગયા વર્ષે તેમનું બજેટ ભારતીય ચલણમાં લગભગ ૧૮ લાખ ૭૭ હજાર કરોડ રૂપિયા હતું. આવી સ્થિતિમાં ચીનનું સંરક્ષણ બજેટ ભારત કરતા ત્રણ ગણું વધારે છે.

જાે કે આ વખતે ભારતે તેના બજેટમાં ૧૨.૯૫ ટકાનો વધારો કર્યો છે, જ્યારે ચીને તેના સંરક્ષણ બજેટમાં લગભગ ૭.૧ ટકાનો વધારો કર્યો છે. કેટલાક દેશોના સંરક્ષણ બજેટ પર એક નજર કરીએ તો બાંગ્લાદેશ સંરક્ષણ બજેટઃ ૩૧ હજાર કરોડ રૂપિયાથી વધુ, શ્રીલંકા દેશનું સંરક્ષણ બજેટ જાે આશરે કહીએ તો ૯૦૮૨ કરોડ છે અને જાે અફઘાનિસ્તાનના સંરક્ષણ બજેટનું કહીએ તો અગાઉની સરકારમાં આશરે ૪૦૫ કરોડ છે.

Related Posts