બજેટ પહેલા રાજકોટ એન્જિનિયરિંગ એસો.ની સરકાર સમક્ષ ૫ માંગ
રાજકોટ શહેર એ સૌરાષ્ટ્રનું પાટનગર માનવામાં આવે છે અને રાજકોટ શહેરે એમએસએમઇ સેક્ટરનું હબ માનવામાં આવે છે ત્યારે આ વર્ષે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન દ્વારા આગામી નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના કેન્દ્રીય બજેટને લઇ પોતાની અલગ અલગ ૫ જેટલી માંગ રાખી છે. ઉપરાંત આ વર્ષે એસોસિએશન સાથે સરકારની કોઈ પ્રિ-બજેટ મિટિંગ ન થઇ હોવાનું પણ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ પરેશ વસાણીએ જણાવ્યું હતું.
તો બીજી તરફ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ કેટલીક આશા અપેક્ષા જાહેર કરવામાં આવી છે જેમાં મુખ્ય માંગ છે કે ભારતમાં આયાત ડયુટી પર સેસ અને સરચાર્જ ઉમેરાતા ૧૦.૭૫ ટકા થાય છે. તે ઉપરાંત ૩ % જી.એસ.ટી. લાગતા ૧૩.૭૫ % જેટલો ઊંચો કરવેરો ગ્રાહકના શીરે આવે છે. સોનાના ભાવ ૫૦,૦૦૦ ઉપર પહોંચી ગયા છે ત્યારે ૧૩.૭૫ % નો કરવેરો અસહ્ય બની જાય છે. આયાત ડયુટી પણ ઊંચી હોવાથી સોનાની ગલ્ફ દેશોમાંથી દાણચોરી વકરી છે.
માટે કેન્દ્ર સરકાર બજેટ રજુ કરવા જઈ રહી છે ત્યારે આયાતી ડયુટી ઘટાડી ૪ કે ૫ % કરે અને તેના પરનો સરચાર્જ સદંતર રદ્દ કરી વર્તમાન કરવેરામાં ૫૦% સુધી રાહત આપે તેવી માંગ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વેપરીઓ આશા અપેક્ષા તો રાખી રહ્યા છે પરંતુ તે સંતોષવામાં આવશે કે કેમ તે જાેવું મહત્વનું રહેશે. ત્યારે આવતીકાલના કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી દ્વારા પાંચ રાજ્યોની ચૂંટણી ધ્યાનમાં રાખી બજેટ રજુ કરવામાં આવશે તેવી ચર્ચા ઉદ્યોગપતિઓમાં ચાલી રહી છે.નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩નું કેન્દ્રીય બજેટ આવતીકાલે ૧ ફેબ્રુઆરીના રોજ રજૂ થનાર છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટના વેપારીઓની સરકાર પાસે આશા અને અપેક્ષા જાેવા મળી રહી છે.
જેમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અલગ અલગ ૧૪ જેટલી જયારે એન્જિનિયરિંગ એસોસિએશનની ૫ જેટલી માંગ સરકાર સમક્ષ બજેટને લઇ જાેવા મળી રહી છે. આ અંગે એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ પરેશ વસાણીએ જણાવ્યું હતું કે, બજેટમાં ઉદ્યોગને બુસ્ટર આપવા એક્સપોર્ટ ઇનસેન્ટિવ જરૂરી છે.
Recent Comments