બજેટ સત્રમાં સામેલ થતા પહેલા પ્રધાનમંત્રીનું સંબોધન
આજથી બજેટ સત્રની શરૂઆત થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બજેટ સત્રમાં સામેલ થતા પહેલા કહ્યું કે આજથી બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે. આ પહેલા દિવસે જ અર્થ જગતમાં એવો અવાજ જે સર્વસામાન્ય હોય છે તેવો અવાજ ચારેબાજુથી સકારાત્મક સંદેશ લઈને આવી રહ્યો છે. તે આશાની કિરણ લઈને આવી રહ્યો છે, નવી આશાઓ લઈને આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ જે પહેલીવાર સંયુક્ત સદનને સંબોધિત કરવા જઈ રહ્યા છે, રાષ્ટ્રપતિનું અભિભાષણ ભારતનું ગૌરવ છે. સંસદીય પરંપરાનું ગૌરવ છે.
તેમણે કહ્યું કે ભારતના બજેટ પર સમગ્ર વિશ્વની નજર છે અને તે સમગ્ર દુનિયાની અર્થવ્યવસ્થાને રોશની આપશે. પીએમ મોદીએ કહ્યું કે ભારત માટે આજે મહત્વનો અવસર છે. ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ પહેલીવાર સંયુક્ત સદનને સંબોધિત કરી. આજે નારી સન્માનનો અવસર છે. દૂર અંતરિયાળ જંગલોમાં જીવન જીવનારા આપણા દેશના મહાન આદિવાસીઓના સન્માનનો સમય છે. આ માત્ર સાંસદો જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવની પળ છે કે ભારતના રાષ્ટ્રપતિજીનું આજે પહેલું સંબોધન હતું. આ એવી પરંપરા રહી છે કે જ્યારે કોઈ નવા સભ્ય પહેલીવાર ભાષણ આપે ત્યારે બધા તેમનો ઉત્સાહ વધારે છે. આજે પણ આવું જ જાેવા મળવું જાેઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું કે નાણામંત્રી પણ મહિલા છે.
કાલે તેઓ બજેટ લઈને આવી રહ્યા છે. આ બજેટ પર માત્ર ભારતની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની નજર છે. આ બજેટ ડામાડોળ થતી દુનિયાની અર્થવ્યવસ્થાને પણ પ્રકાશ આપશે. મને આશા છે કે ર્નિમલાજી દરેક આશા પર ખરા ઉતરશે. અમારો એક જ વિચાર છે કે સૌથી પહેલા દેશ હોય છે અને સૌથી પહેલા દેશવાસી. બજેટ સત્રમાં તકરાર પણ રહેશે અને તકરીર પણ રહેશે. સદનમાં દરેક મુદ્દા પર સારી રીતે ચર્ચા થશે. બધા સાંસદ પૂરી તૈયારી સાથે આ સત્રમાં ભાગ લેશે. આ સત્ર આપણા બધા માટે મહત્વપૂર્ણ રહેશે.
Recent Comments