fbpx
રાષ્ટ્રીય

બજેટ સત્ર પહેલા સંસદની સુરક્ષા CISFને સોંપાઈ

કેન્દ્ર સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું સંસદ સત્ર બનવા જઈ રહ્યું છે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન ગૃહની સુરક્ષામાં વિલંબ થયા પછી હવે બજેટ સત્ર દરમિયાન મુલાકાતીઓની તપાસ માટે સંસદ સંકુલમાં ૧૪૦ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ એટલેકે ઝ્રૈંજીહ્લ ના જવાનોની ટુકડી તૈનાત કરવામાં આવી છે. આ સાથે સંસદના કર્મચારીઓને સંસદ ભવન પરિસરમાં ફોટોગ્રાફ કે વીડિયો ન બનાવવાની સૂચના આપવામાં આવી છે. ૧૯ જાન્યુઆરીના રોજ જારી કરાયેલા પરિપત્ર મુજબ, “સંસદ ગૃહ સંકુલ એ ભારતમાં સૌથી વધુ જાેખમી સ્થળો પૈકીનું એક છે. તેની વ્યૂહાત્મક સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સંસદ ભવનના સંકુલમાં ફોટોગ્રાફી અને વિડિયો બનાવવા પર પ્રતિબંધ પણ આયોજિત વ્યૂહરચના નો એક ભાગ છે.” તેમાં કહેવામાં આવ્યું છે કે કેમેરા, સ્પાય કેમેરા અને સ્માર્ટફોન કેમ્પસની સુરક્ષા માટે સીધો ખતરો છે.

તેણે લોકસભા અને રાજ્યસભા સચિવાલયના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ અને સંસદ ભવન એસ્ટેટમાં કામ કરતી અન્ય સહાયક એજન્સીઓને જાણ કરી હતી કે સંસદ ભવન સંકુલની અંદર કોઈપણ પ્રકારની ફોટોગ્રાફી પર સખત પ્રતિબંધ છે. નવી વ્યવસ્થા હેઠળ સંસદમાં બજેટ સત્ર દરમિયાન મુલાકાતીઓ અને તેમના સામાનની તપાસ કરવા માટે સંસદ સંકુલમાં ૧૪૦ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ કર્મચારીઓની ટુકડી તૈનાત કરવામાં આવી છે.

સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી છે. ગયા મહિને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંસદની સુરક્ષામાં ક્ષતિઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાઓની વ્યાપક સમીક્ષા કરી હતી. ત્યારબાદ ઝ્રૈંજીહ્લ જવાનોની તૈનાતીને મંજૂરી આપવામાં આવી હતી. સોમવારે ૧૪૦ ઝ્રૈંજીહ્લ જવાનોએ સંસદ ભવન સંકુલની સુરક્ષા સંભાળી હતી. સૂત્રોએ જણાવ્યું કે ઝ્રૈંજીહ્લ યુનિટનું નેતૃત્વ એક સહાયક કમાન્ડન્ટ સ્તરના અધિકારી કરશે અને ૩૬ ફાયર બ્રિગેડના કર્મચારીઓને પણ યુનિટમાં સામેલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ ટીમ ત્યાં પહેલાથી જ હાજર અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે સંસદ સંકુલની સમીક્ષા કરી રહી છે જેથી ૩૧ જાન્યુઆરીથી જ્યારે બજેટ સત્ર શરૂ થશે ત્યારે તે પોતાની જવાબદારી નિભાવવા માટે તૈયાર થઈ શકે.

સૂત્રોએ જણાવ્યું કે ઝ્રૈંજીહ્લને નવા અને જૂના સંસદ ભવન સંકુલનું નિયંત્રણ આપવામાં આવશે જ્યાં એરપોર્ટ જેવી સુરક્ષા વ્યવસ્થા હશે જેમાં એક્સ-રે મશીન અને મેટલ ડિટેક્ટર વડે લોકો અને સામાનની તપાસ કરવામાં આવશે. પગરખાં, હેવી જેકેટ અને બેલ્ટને ટ્રેમાં રાખવાની અને એક્સ-રે મશીનથી તપાસવાની પણ જાેગવાઈ છે. ફોર્સે ગૃહ મંત્રાલયને સંસદની સુરક્ષા માટે કાયમી ધોરણે ૧૪૦ કર્મચારીઓની ઉપલબ્ધતાને મંજૂરી આપવા માટે પણ પત્ર લખ્યો છે.ઝ્રૈંજીહ્લમાં લગભગ ૧.૭૦ લાખ કર્મચારીઓ છે અને તે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવે છે.

Follow Me:

Related Posts