fbpx
રાષ્ટ્રીય

બદલાતી ઋતુમાં ગળામાં થાય છે દુખાવો? તો આ Home Remediesથી તરત થઇ જશે રાહત

બદલાતી ઋતુ અનેક લોકોને હેરાન-પરેશાન કરી દે છે. આ ઋતુમાં અનેક લોકો બીમાર પડતા હોય છે. કોઇ ને શરદી તો કોઇને ખાંસી, આ સાથે જ કોઇને ગળામાં દુખે તો કોઇને ચક્કર આવે એવી અનેક બીમારીઓમાં લોકો સપડાઇ જતા હોય છે.

બદલાતા વાતાવરણમાં અનેક લોકોએ પોતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે આ ઋતુમાં તમારું ધ્યાન રાખતા નથી તો અનેક બીમારીઓમાં તમે સપડાઇ શકો છો. આમ, આ ઋતુમાં તમને થોડું પણ ગળામાં દુખે તો તમે તરત જ આ ઘરેલું ઉપાયો અજમાવો. આ ઉપાયોથી તમને તરત જ ગળામાં રાહત થઇ જશે.  

લસણ

લસણ એન્ટી બેક્ટરીયલ, એન્ટી વાયરલ અને એન્ટી સેપ્ટિક ગુણોથી ભરપૂર હોય છે. લસણ ખાવાથી તમે ગળાના ઇન્ફેક્શને તરત દૂર કરી શકો છો. આ માટે તમે સવારમાં 3 થી 4 કળી લસણની ચાવો અને પછી અડધો કલાક સુધી પાણી પીશો નહિં, આમ કરવાથી ગળામાં તરત રાહત થઇ જાય છે.

મીઠાના પાણીના કોગળા કરો

જ્યારે પણ તમને ગળામાં દુખે ત્યારે તમે તરત જ મીઠાના પાણીના કોગળા કરવાનું શરૂ કરી દો. આ એની અક્સીર દવા છે. મીઠાના પાણીના કોગળા કરવાથી ગળામાં રાહત થાય છે.

હળદરવાળું દૂધ પીવો

ઋતુ બદલાય એટલે દરેક લોકોએ હળદર દૂધ પીવાનું શરૂ કરી દેવું જોઇએ. હળદરમાં રહેલા અનેક ગુણો તમને અનેક બીમારીઓથી બચાવવાનું કામ કરે છે. આ દૂધ પીવાથી ઇમ્યુનિટી તરત બુસ્ટ થાય છે.

નાસ લો

ગળામાં થતો દુખાવો અને શરદીમાંથી રાહત મેળવવા માટે નાસ લેવો ખૂબ જરૂરી છે. નાસ લેવાથી તમને તરત જ રાહત થઇ જાય છે. દિવસમાં તમે ત્રણથી ચાર વાર નાસ લો જેથી કરીને ગળામાં તરત રાહત થઇ જાય.

Follow Me:

Related Posts