વરિષ્ઠ એક્ટર ધર્મેન્દ્રે સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તેમણે કહ્યું હતું કે હવે તેઓ તેમને ફોલો કરનારા યુઝર્સના નામ સુદ્ધાં જાણવા લાગ્યા છે. વીડિયોમાં ૮૫ વર્ષીય ધર્મેન્દ્રે ભાવુક થઈને કહ્યું હતું, ‘હું તમારા બધાના નામ સુદ્ધાં જાણવા લાગ્યો છું. દુનિયામાં ક્યાં ક્યાંથી, કોના નામથી પ્રેમભર્યા સંદેશા આવે છે. હું તમારી સાથે જાેડાઈ ગયો. તમે મારો પરિવાર છો.’
વધુમાં ધર્મેન્દ્રે પોતાના હેટર્સને જવાબ આપતા કહ્યું હતું, ‘બધા ખુશ રહે. જે મારાથી નાખુશ છે, તે પણ ખુશ રહે. જે મારામાં ખામીઓ જુએ છે, તે પણ ખુશ રહે. તેમને પણ બહુ બધો પ્રેમ, બહુ બધી દુઆ. હું તમારી સાથે જાેડાયેલો રહીશ. હવે તમારી આદત પડી ગઈ છે. તમે ઘણાં બધા પ્રેમાળ છો. જીવનનો અર્થ જ ખુશીથી જીવન જીવવાનો છે. ખુશીથી જીવો, જાેશથી રહો. કરનારો તો તે (ભગવાન) છે. તો તેમના સહારે જીવો. લવ યુ.’
Recent Comments