fbpx
સૌરાષ્ટ - કચ્છ

બધી તપાસ સાર્વજનિક નથી હોતી, તપાસ પુરી થશે ત્યારે ખબર પડશે:જીતુ વાઘાણી

રાજકોટમાં ગરીબ કલ્યાણ મેળાનો આરંભ જિલ્લા પ્રભારી મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યાં તેમણે રાજકોટ પોલિસ કમિશનર મનોજ અગ્રવાલ સામે જમીનો સહિતના કામ માટે ૭૫ લાખ રૂપિયાની લાંચની માંગના આક્ષેપો થયા છે. આ અંગે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, બધી તપાસ સાર્વજનિક નથી હોતી, જયારે તપાસ પુરી થશે ત્યારે ખબર પડશે. સક્ષમ અધિકારીઓ પાસે સક્ષમ સત્તાઓ છે. આ તપાસ ગૃહમંત્રી સુધી પહોંચી છે. બધી તપાસ સાર્વજનિક હોતી નથી જેના જે ક્ષેત્રમાં જે તપાસ થતી હોય તે અધિકૃત હોય છે.

આ સંપૂર્ણ તપાસના અહેવાલો અધિકૃત કરાયેલા અધિકારીઓને જ મળે છે. આ બાબતમાં તપાસ ખૂબ જ ઊંડાણપૂર્વક થઈ રહી છે આ ખૂબ જ ઊંડો વિષય છે અને સરકાર નિષ્ઠાપૂર્વક તપાસ કરી રહી છે. જ્યારે પૂરી થશે ત્યારે આપની સમક્ષ તપાસના અહેવાલો આવી જશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિ થતી હોવાના વિદ્યાર્થીઓના આક્ષેપ અંગે તેમણે જણાવ્યું હતું કે, પીએચડીની બાબતની તમે જે વાત કરો છો એ મારા ધ્યાનમાં નથી કે કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની સાથે કંઈ પણ ખોટું થયું હોય એવો મારા ધ્યાનમાં આવશે તો હું ચોક્કસ તે મુદ્દે તપાસ કરીશ

Follow Me:

Related Posts