ગુજરાત

બનાસકાંઠાનાં કાંકરેજમાં કાર પલ્ટી જતાં એકનું મોત ૩ લોકો ગાયલ

પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતની તપાસ કરી રહી છે. બનાસકાંઠાના કાંકરેજમાં ગોઠડા નજીક મોડી રાત્રે કારે પલ્ટી ખાતા અકસ્માતમાં એકનું મોત નિપજ્યું છે. ચાલકે સ્ટિરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ૩ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાસકાંઠા જીલ્લામાં કાંકરેજ તાલુકામાં ગોઠડા નજીક મોડી રાત્રે કાર પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં માહિતી મુજબ એકનું મોત નિપજ્યું છે. તેમજ કાર સવાર ૩ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કારમાં સવાર લોકો સુરેન્દ્રનગરના પાટડીના મુલાડના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. કારનો અકસ્માત થતા લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

પોલીસ અને એમ્બ્યુલન્સને અકસ્માતની જાણ કરા દેવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતની તપાસ કરી રહી છે. તેમજ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતકના મૃતદેહને પીએમ અર્થે દિયોદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત બે મહિલા અને એક પુરૂષને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગુજરાતના દેવભૂમિ દ્વારકા જીલ્લામાં એક મોટો અકસ્માત, જ્યાં બસ અને બાઇક વચ્ચે જાેરદાર ટક્કર થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં ૮ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચી ગયેલી પોલીસે મૃતદેહોનો કબજાે મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો. હિંમતનગર હાઈવે પર વહેલી સવારે એક કાર ટ્રેલરના ભાગમાં ઘૂસી જતા ભયંકર અકસ્માત થતાં ઘટનાસ્થળ પર જ ૭ લોકોના મોત થયા જયારે ૧ની હાલત વધુ ગંભીર છે. શામળાજીથી અમદાવાદ આવતી ઇનોવા કારનો હિંમતનગર હાઈવે પર સહકારી જીન નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

Related Posts