બનાસકાંઠાના વડગામના છાપી વિસ્તારમાં યુવક સાથે સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્યથી ચકચાર
બનાસકાંઠાના વડગામના છાપી વિસ્તારમાં એક ખુબજ અસામાન્ય અને ચોંકાવનારો કિસ્સો બન્યો હતો જેમાં એક યુવક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે.એટલું જ નહી આરોપીઓએ યુવક પાસે ૩ લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી. આ ઘટનામાં પોલીસ ફરિયાદ થતાં બે પૈકી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે.
આ ઘટનામાં મળતી માહિતી મુજબ આરોપીએ ભોગ બનનારા યુવક સાથે મોબાઈલ પર મિત્રતા કરીને તેને વિસ્વાસમાં લીધો હતો. ત્યારબાદ બન્ને આરોપી તેની છાપી વિસ્તારના એક ખેતરમાં લઈ ગયા હતા જ્યાં તેને ઢોરમાર માર્યો હતો. બાદમાં તેમણે યુવક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતું. એટલું જ નહી આરોપીઓએ યુવકનો વૂડિયો ઉતારીને તેને બ્લેકમેઈલ કર્યો હતો અને રૂ.૩,૦૦,૦૦૦ ની માંગણી કરી હતી.
આ બનાવને પગલે ભોગ બનનાર યુવકે છાપી પોલીસ સ્ટેશનમાં બન્ને આરોપી વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો અને તે ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરીને માજીદ ઉમર કડીવાલા નામના શખ્સની ધરપકડ કરીને તેને જેલમાં ધકેલી દીધો હતો. જ્યારે અન્ય આરોપી ઈરફાન ઉમર કડીવાલાને ઝડપી લેવા પોલીસની શોધખોળ ચાલુ છે, જો કે આ બનાવની જાણ થતાં આ વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
Recent Comments