ગુજરાત

બનાસકાંઠાના ૪૨ ખેડૂતો સાથે ૩ કરોડની છેતરપિંડીપોલીસે ફરાર આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા

બનાસકાંઠાના દાતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ૬ મહિના પહેલા દાહોદના એક વ્યક્તિએ આ ૪૨ ખેડૂતોને ટ્રેક્ટર અપાવીને તેના ટ્રેક્ટરને ભાડે લઇને જઇને ટ્રેક્ટરનું ભાડુ આપવાની સાથે ઈસ્ૈં પણ ભરવાનો વાયદો કર્યો હતો આટલું જ નહી ઉપરાંત તેમને ટ્રેક્ટ ભાડા પેટે આપવા બદલ મહિને ૨૦ હજાર રૂપિયા ચૂકવવાનો પણ વાયદો કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, દાતા તાલુકાની કવોરી આવેલી છે અને આ ક્વોરીમાં ટ્રેક્ટર ભાડેથી ફરે અને ખેડૂતનો લોનના હપ્તો પણ ભરાઇ તેવો વાયદો હતો. આ મુજબ ખેડૂતોએ તેમના ડોક્યુમેન્ટ પર લીધેલી લોનના પરના ટ્રેક્ટર ક્વોરી પર ભાડે આપ્યા હતા પરંતુ થોડા મહિના બાદ ખેડૂતને પૈસા મળતા બંધ થઈ ગયા અને ટ્રેક્ટરના ઈસ્ૈં પણ ભરાવાવનું બંધ થઇ ગયું. બાદ ખેડૂતો ક્વોરી પર તપાસ કરવા પહોંચ્યાં તો ત્યાં ખેડૂતોના ટ્રેક્ટર પણ ન હતા કે એ શખ્સ પણ ન હતો. જેના વાયદાના આધારે ખેડૂતોએ ટ્રેક્ટર ભાડે આપ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઇને ૪૨ ખેડૂતોએ પોલીસ ફરિયાદ નોંઘાવી છે. બનાસકાંઠાના ૪૨ ખેડૂતો સાથે ૩ કરોડની છેતરપિંડીના મામેલ પોલીસે તપાસ શરૂ કરી છે અને ફરાર આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યો છે.

Follow Me:

Related Posts