ગુજરાત

બનાસકાંઠામાં ટોલ બૂથ પર લૂંટ કરવા આવેલા શખ્સો ઊભી પૂંછડીએ ભાગ્યા… લૂંટના નિષ્ફળ પ્રયાસની ઘટના CCTV માં કેદ થઇ

બનાસકાંઠામાં ટોલ બૂથ પર લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના થરાદના ભોરડું ટોલ પ્લાઝાની છે. જ્યાં લૂંટારુંઓ દ્વારા લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લૂંટના ઇરાદે ૭ લોકો બૂથ પાસે આવ્યા હતા. પરંતુ ટોલ બૂથના કર્મચારીઓએ હિમ્મત દાખવી તેમનો સામનો કર્યો હતો અને લૂંટારાઓને ભગાડ્યા હતા. લૂંટના નિષ્ફળ પ્રયાસની ઘટના ઝ્રઝ્ર્‌ફમાં કેદ થવા પામી છે. જ્યારે થરાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. થરાદના ભોરડું ટોલ પ્લાઝા પર લૂંટ કરવા આવેલા શખ્સોને ટોલ કર્મચારીઓએ ભગાડ્યા હોવાની ઘટના સામે આવી છે. મોડીરાત્રે ૭ જેટલાં શખ્સો ભોરડું ટોલ પ્લાઝા પર લૂંટના ઇરાદે આવ્યા હતા. આ સમયે ટોલ કર્મચારીઓ જાગી જતાં તેણે લૂંટારુંઓનો સામનો કર્યો હતો અને લૂંટારુઓને ભગાડ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. જેમાં જાેઇ શકાય છે કે, કેવી રીતે લૂંટારાઓ આવે છે અને ટોલ બૂથની બારીમાંથી લૂંટનો પ્રયાસ કરે છે. જ્યારે બૂથમાં રહેલા કર્મચારીઓને માર મારે છે. બીજી બાજુ, કર્મચારીએ સામનો કરતાં આ લૂંટારુઓ ભાગે છે. આ મામલે પોલીસે સીસીટીવી ફટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts