ગુજરાત

બનાસકાંઠામાં નારી સંરક્ષણ કેન્દ્રની મહિલા મેનેજર અને અધિકારી લાંચ લેતા એસીબી દ્વારા અટક કરવામાં આવી

રાજ્યમાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) છેલ્લા ઘણા દિવસોથી ફૂલ એક્શનમાં કામ કરી રહી હોય તેવો કિસ્સાઓ સ્પષ્ટ રીતે નજરે પડી રહ્યા છે ત્યારે, બનાસકાંઠામાં મહિલા અને બાળ વિકાસ વિભાગમાં ફિલ્ડ ઓફિસર તરીકે નોકરીમાં રહેવા માટે ૪૫ હજારની લાંચ લેતા નારી સંરક્ષણ કેન્દ્રની મહિલા મેનેજર તથા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારીની એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ અટક કરવામાં આવી હતી.

આ કેસના ફરિયાદીના પતિને મહિલા અને બાળ વિકાસ વિભાગ બનાસકાંઠામાં ફિલ્ડ ઓફિસર તરીકે નોકરીમાં રહેવું હોવાથી તેમણે બનાસકાંઠાના પાલનપુર સ્થિત જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી નરેશ વી.મેણાત અને નારી સંરક્ષણ કેન્દ્રના મેનેજર (કરાર આધારિત) આશાબેન પી.નાયકનો સંપર્ક સાંધ્યો હતો. જેમાં બન્ને જણાએ ફરિયાદીના પતિને કરાર આધારિત નોકરીમાં રાખવા માટે ત્રણ મહિનાનો પગાર રૂ.૪૫,૦૦૦ની લાંચની માંગણી કરી હતી.

જોકે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવતા અધિકારીઓએ પાલનપુર સ્થિત નારી સંરક્ષણ કેન્દ્રમાં જાળ બિછાવીને મહિલા મેનેજર આશાબેન નાયકની ૪૫,૦૦૦ રૂપિયાની લાંચ લેતા અટક કરી હતી. ઉપરાંત આ કેસમાં મદદગારી કરનારા નરેશ મેણાતની પણ અટક કરી હતી.

Related Posts