બનાસકાંઠામાં બાઈક અને જીપ વચ્ચે અકસ્માત, ૨ યુવાનોના મોત, ૧ની હાલત ગંભીર
બનાસકાંઠાના ધાનેરાના જાડી અને સેરા ગામ વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં બે યુવાનોના કમકમાટી ભર્યા મોત થયા છે જ્યારે એક ઘાયલ થયો છે. બાઈક અને જીપ ગાડી વચ્ચે મોડી રાતે અકસ્માતની ઘટના બની હતી. ૧૮ વર્ષીય અરવિદ અને ૨૬ વર્ષીય મહેન્દ્રનું ઘટના સ્થળે જ મોત થયું જ્યારે અન્ય એક યુવક ઇજાગ્રસ્ત થયો છે. સમગ્ર ઘટનાની જાણ થતાં ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી છે. ૧૦૮ મારફતે ઇજાગસ્તને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. અકસ્માતની ઘટનામાં બે લોકોના મોતથી અરેરાટી મચી જવા પામી છે.
Recent Comments