બનાસકાંઠામાં સરહદી વિસ્તારમાં ભૂંડનો આતંક પાકને ભારે નુકસાન થયું
બનાસકાંઠામાં સરહદી વિસ્તારોમાં ભૂંડ પાકનો નાશ કરતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. બનાસકાંઠામાં સરહદી વિસ્તારમાં ભૂંડનો આતંક જાેવા મળ્યો છે. રાત્રે ખેતરોમાં ભૂંડના આતંકથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે. બાજરી જેવાં અનેક પાકોને ભૂંડ નુકસાન પહોંચાડે છે, ટોળા સ્વરૂપે ભૂંડ ખેતરમાં ઘૂસી જાય છે. ભૂંડને રોકવા માટે લાઈટો અને ઝાટકા મશીનનો સહારો ગ્રામવાસીઓ લઈ રહ્યા છે. બનાસકાંઠામાં સરહદી વિસ્તારોમાં ભૂંડ પાકનો નાશ કરતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. મોડી રાત્રે ભૂંડોના આંટાફેરાથી ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે.
ચોમાસું પાક બાજરી, મગફળી જેવા પાકને ભૂંડ નુકસાન કરી રહ્યાં હોવાથી ભૂંડને રોકવા માટે ખેડૂતો લાઇટ ઝાટકા મશીનનો લઈ સહારો રહ્યા છે. તજજ્ઞોનું કહેવું છે કે ભૂંડ જમીનમાં પાક નીચે દટાયેલા કીડા ખાવા પાકને નષ્ટ કરે છે, કેન્દ્ર સરકારે આઈસીએઆરના સર્વેમાં પણ અમુક સસ્તી અને સરળ પદ્ધતિઓ વર્ણવી છે જેની મદદથી ખેડૂતો ભૂંડને દૂર રાખી શકે છે. અન્ય પદ્ધતિ એ છે કે ભૂંડ જ પશુથી ડરતા હોય તે પ્રાણીનો અવાજ જાે રેકોર્ડ કરી ચલાવે તો પણ ભૂંડ ભાગવા લાગે છે. મળતી માહિતી પ્રમાણે ખેતરોના પાકને નુકસાન થતાં રાજ્ય સરકારે ભૂંડને વન્યપ્રાણી પરના શિકાર પરના પ્રતિબંધથી મુક્ત કરે તેવી અરજી કરી હતી. ફેન્સિંગથી ઘણા ખેડૂતો ભૂંડને ભગાડી રહ્યા હોય તેવા કિસ્સા સામે આવ્યા છે. નસવાડી પંથકના ખેડૂતો જંગલી ભૂંડનાં કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
Recent Comments