બનાસકાંઠામા ટેકાના ભાવે ખરીદીમાં લાલીયાવાડીની ઘટના સામે આવી છે.ભારતીય કિસાન સંઘના ટેકાના ભાવે ખરીદીમાં આક્ષેપ લાગ્યા છે. બનાસકાંઠામા ટેકાના ભાવે ખરીદીમાં લાલીયાવાડીની ઘટના સામે આવી છે.ભારતીય કિસાન સંઘના ટેકાના ભાવે ખરીદીમાં આક્ષેપ લાગ્યા છે. આપને જણાવી દઈએ ભારતીય કિસાન સંઘે સોમવાર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમજ ટેકાના ભાવે મગફળી ખરીદી ઝડપી બનાવવા માંગ કરી છે. હાલ ૨ સેન્ટર પર ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવા માંગ કરાઇ છે. જાણકારી અનુસાર માર્કેટયાર્ડમાં ૨ સેન્ટર ફાળવ્યા છતાં એક જ સેન્ટર ચાલુ છે. અને હાલ ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા પણ ધીમી ગતિએ ચાલી રહી છે.
તેમજ ખેડૂતો મફતના ભાવે મગફળી વેપારીઓને વેચવા મજબુર બન્યા છે તેવું કિસાન સંઘનું કહેવું છે.ત્યારે કિસાન સંઘે ૨ સેન્ટર પર ખરીદી શરૂ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તેમજ સોમવારે ખેડૂતોને સાથે રાખી આંદોલન કરશે તેવું પણ કહ્યું છે. આ પહેલા અરવલ્લી જિલ્લામાં વિવિધ ૬ કેન્દ્રો પર મગફળીની ખરીદી શરૂ થઈ ગઈ હતી . કમોસમી વરસાદથી નુકસાન પામેલી મગફળીની ખરીદી ન થતાં ખેડૂતોમાં રોષ જાેવા મળી રહ્યો હતો. તેમની મગફળીના અસ્વીકારથી ખેડૂતો ગુસ્સે ભરાયા હતા.
મગફળી ખરીદીમાં સરકારની આળસથી નારાજ ખેડૂતો મગફળી કેન્દ્રો પર પણ આવ્યા ન હતા. મગફળીના પાકનો સારો ભાવ મળે તેવા આશયથી જિલ્લામાં ખેડૂતોએ ૫૮ હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર કર્યું હતું. આ વર્ષે ૩૬૦૦ ખેડૂતોએ મગફળીના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને ખેડૂતો ભેજવાળી મગફળી ખરીદતા નથી અને ખેડૂતોને ટેકાના ભાવને બદલે ખુલ્લા બજારમાં મગફળી વેચીને રોકડ રકમ મળી રહી છે. આ વર્ષે અરવલ્લી જિલ્લામાં ૧૪ હજાર ૫૦૦ જેટલા ખેડૂતો નોંધાયા હતા. ગત વર્ષે મોડાસા તાલુકામાં અઢારસો જેટલા મગફળીના ખેડૂતો નોંધાયા હતા. જ્યારે આ વર્ષે બમણા એટલે કે આઠસો ચોત્રીસ ખેડૂતોએ મગફળીના વેચાણ માટે નોંધણી કરાવી હતી. આ વર્ષે જિલ્લામાં લગભગ પચાસ હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. જાેકે કમોસમી વરસાદને કારણે મગફળી કાળી પડી ગઈ છે ત્યારે ભેજવાળી મગફળી પણ આવી રહી છે. તેથી આઠ ટકાથી વધુ ભેજવાળી મગફળીને પણ નકારી કાઢવામાં આવી રહી છે. જેથી ખેડૂતોમાં ભારે રોષ જાેવા મળ્યો હતો.
Recent Comments