બનાસકાંઠા જિલ્લાની કોર્ટોમાં ૨૦૨૩ નાં વર્ષની પ્રથમ લોક અદાલત આગામી તા.૧૧ ફેબ્રુઆરી-૨૦૨૩ ના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુર તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ, પાલનપુરના ઉપક્રમે પાલનપુરની કોર્ટો તથા બનાસકાંઠા જિલ્લાની તમામ કોર્ટોમાં યોજાશે.
બનાસકાંઠા જિલ્લાની કોર્ટોમાં આગામી તા.૧૧ ફેબ્રુઆરી ૨૦૨૩ ની પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમાધાનલાયક ફોજદારી કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રૂમેન્ટ એકટને લગતા કેસો, બેંકને લગતા દાવા, વાહન અકસ્માત વળતરને લગતા દાવા, લગ્ન જીવનની તકરારને લગતા કેસો, મજદુર તકરારને લગતા કેસો, જમીન સંપાદનને લગતા કેસો, પાણી તેમજ વીજળીને લગતા કેસો, મહેસુલી દાવા, દીવાની તકરારના દાવા, સમાધાન માટે મુકી શકાશે.
Recent Comments