ગુજરાત

બનાસકાંઠા જિલ્લામાંથી ગેરકાયદેસર યૂરિયા ખાતરનો જથ્થો ઝડપી પાડતી એલસીબી પોલીસ

બનાસકાંઠા જિલ્લામાં એલસીબી પોલીસને એક મોટી સફળતા મળી છે જેમાં ગેરકાયદેસર યૂરિયા ખાતરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. કાંકરેજ તાલુકાના ઉણ નજીકથી એલસીબી પોલીસની ટીમે એક ટ્રકમાંથી આ જથ્થાને ઝડપી લીધો છે. ન્ઝ્રમ્ની ટીમ દ્વારા એક ટ્રકને રોક્યો હતો અને તેની તલાશી લેતા તેમાંથી આ જથ્થો મળી આવ્યો હતો. ટીમને બાતમી મળી હતી અને જેને લઈ પાંજરાપોળ વિસ્તારમાં આ ટ્રકને રોકવામાં આવી હતી. થરાથી રાધનપુર આ જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો. એ દરમિયાન તેને ઝડપી લેવામાં આવ્યો હતો. ટ્રકમાં ૩૦૦ જેટલી યૂરિયા ખાતરની બોરીઓ ભરેલી હતી. ૫.૪૪ લાખના યૂરિયા ખાતરના જથ્થાને જપ્ત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts