બનાસકાંઠા જિલ્લામાં વધુ એકવાર નકલી ઘીનો જથ્થો ઝડપાયો
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ૫ લીટરના ૨ ડબ્બા અને ૧૫ લીટરના ૩ ડબ્બા કારમાંથી મળી આવ્યાબનાસકાંઠા જિલ્લામાં વધુ એકવાર નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે. બનાસ શુદ્ધ ઘીના નામે બનાવટી ઘીના ડબ્બા વેચવા માટે આવેલ શખ્શને ઝડપી લેવામાં આવ્યો છે. ડીસાના માલગઢ ગામનો શખ્શ ઘીના જથ્થાને કારમાં લઈને વેચવા માટે લાખણી વિસ્તારમાં આવ્યો હતો. એ દરમિયાન તેને ઝડપી લેવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વેપારી બનીને આવેલા શખ્શને ઝડપી લઈને ઘીના ડબ્બા જપ્ત કર્યા હતા. ૫ લીટરના ૨ ડબ્બા અને ૧૫ લીટરના ૩ ડબ્બા કારમાંથી મળી આવતા તેને જપ્ત કરી લેવામાં આવ્યા છે. બનાસ શુદ્ધ ઘીના ખોટા માર્કા લગાવીને જથ્થો વેચવામાં આવી રહ્યો હતો. પોલીસ મથકે શખ્શને લાવીને તપાસ શરુ કરવામાં આવી છે.
Recent Comments