fbpx
ગુજરાત

બનાસકાંઠા જિલ્લામાં સાવર્ત્રિક વરસાદથી ખેડુતો રાજી થયા

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં પડેલો વરસાદ જાેઇએ તો અમીરગઢમાં ૮૯ મિમી, કાંકરેજમાં ૪૮ મિમી, ડીસામાં ૨૬ મિમી, થરાદમાં ૨૬ મિમી, દાંતામાં ૭૮ મિમી, દાંતીવાડામાં ૩૯ મિમી, દિયોદરમાં ૫૧ મિમી, ધાનેરામાં ૨૫ મિમી, પાલનપુરમાં ૩૫ મિમી, ભાભરમાં ૫૧ મિમી, લાખણીમાં ૩૨ મિમી, વડગામમાં ૩૧ મિમી, વાવમાં ૪૪ મિમી અને સુઈગામાં ૦૭ મિમી વરસાદ નોંધાયો છે.

બનાસકાંઠા જિલ્લાના ૧૪ તાલુકામાં એવરેજ વરસાદ જાેઈએ તો અમીરગઢમાં ૧૧૩.૩૭ ટકા, કાંકરેજમાં ૧૨૧.૧૪ ટકા, ડીસામાં ૧૨૮.૨૮ ટકા, થરાદમાં ૧૨૦.૮૬ ટકા, દાંતામાં ૧૩૩.૮૨ ટકા, દાંતીવાડામાં ૧૨૯.૦૪ ટકા, દિયોદરમાં ૧૨૫.૨૪ ટકા, ધાનેરામાં ૧૦૯.૩૧ ટકા, પાલનપુરમાં ૧૨૧.૬૪ ટકા, ભાભરમાં ૧૧૨.૬૪ ટકા, લાખણીમાં ૧૦૭.૯૬ ટકા, વડગામમાં ૧૨૭.૬૦ ટકા, વાવમાં ૧૨૮.૪૮ ટકા અને સુઇગામમાં ૧૨૯.૨૧ ટકા ૨૦૨૨નો એવરેજ વરસાદ નોંધાયો છે.બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં ભારે પડી રહ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદે ધીમીધારે શરૂઆત કરી હતી. જેમાં અમીરગઢમાં ૮૯ મિમી એટલે કે પોણા ચાર ઇંચ, કાંકરેજમાં ૪૮ મિમી અને દાંતામાં ૭૮ મિમી વરસાદ પડ્યો છે.

Follow Me:

Related Posts