બનાસકાંઠા જીલ્લાની અંદર પાણી માટે ફરી ખેડૂતો અને ગૃહિણીઓનું આંદોલન શરૂ થયું
બનાસકાંઠા જીલ્લાની અંદર પાણી માટે ફરી આંદોલન શરૂ થયું છે. પાણીની માંગણીઓ પૂર્ણ થતાં પાલનપુર તાલુકાના ખેડૂતો ફરી ભેગા થયા છે. મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો આ આંદોલનની અંદર જોડાયા છે. પાલનપુર તાલુકાના તળાવ ભરવા માટેની લોકો માંગ કરી રહ્યા છે પાલનપુર તાલુકાના તળાવ ભરવા માટે માંગ કરવામાં આવી રહી છે. પાણીની માંગ સાથે બનાસ કાંઠા વિસ્તારની બહેનો એ મોટુ આંદોલન છેડ્યું છે મોટી સંખ્યામાં પાણી વિના વલખાં મારતા લોકો એકત્રિત થયા છે. માંગણીઓ પૂર્ણ ના થતા પાલનપુર તાલુકાના ખેડૂતો વીજ મુદ્દે કરેલા આંદોલન બાદ આજે ફરી એકઠા થયા છે. મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો આ આંદોલનમાં જોડાયા છે ત્યાં બહેનોને કહેવું છે કે, આ પ્રકારનો પાણીનો નિવેડો નહીં આવે તો અમે ફરીથી રેલીઓ કરીશું. કેમકે અમે સરકારને આ પહેલા પણ અલ્ટીમેટમ આપ્યું હતું. સરકારે તેની ગંભીરતા નથી લીધી જેના કારણે બનાસકાંઠા અને તેમાં પણ ખાસ કરીને પાલનપુર વિસ્તારમાં પાણીની અછત સર્જાતા ખેડૂતો પશુપાલકો અને ઘરની ગૃહિણીઓ એકત્રિત થઈ છે. બનાસકાંઠા જીલ્લાની અંદર પાણીનો પ્રશ્ન વિકટ છે એ સતત સામે આવી રહ્યો છે. જેથી સરકાર માટે ફરી આ પડકારરૂપ છે. કેમકે બનાસકાંઠાની અંદર હંમેશા પાણીની તંગી જોવા મળતી હોય છે ખાસ કરીને અહીં પશુપાલન ડેરી અને ખેતીના વ્યવસાય સાથે લોકો સંકળાયેલા હોવાથી તેમને પાણીની જરૂર પડે છે જેથી તેઓ સતત આ પ્રકારની માંગણીઓ કરી રહ્યા છે.
Recent Comments