સાવરકુંડલા શહેરમાં આજે બપોર પછી અઢી વાગ્યાના આળેગાળે વાતાવરણ આવેલો બદલાવ.. જાને કહાઁસે ઘીર આયે બદરા.!! કોઈ એકલદોકલ વાદળી પણ સૂરજને ઢાંકી દે છે ખરી..!!જ્યારે વાતાવરણ સમગ્રતયા વાદળિયું હોય ત્યારે લોકોને ગરમીથી રાહત તો મળે પરંતુ આ કમોસમી વાતાવરણ ઋતુ ચક્રની અનિયમિતતા અવશ્ય દર્શાવે છે. આમ પણ આ વર્ષે અચાનક બદલતાં વાતાવરણ અર્થાત્ કૃષિ ક્ષેત્રે ઘણી ચિંતાજનક બાબત ગણાય. ઋતુ ચક્રનું આ બદલતું પરિવર્તન હવે એ તો સ્પષ્ટ કહી જાય છે કે દુષિત થતાં આ પર્યાવરણને શુધ્ધ કરવા માટે હવે માત્ર ભાષણબાજી નહીં ચાલે. પર્યાવરણની જાળવણી માટે હવે લોકજાગૃતિ એ જ વિકલ્પ છે. રેલીઓ, મેળાવડા, પેટ્રોલ અને ડીઝલનો અમર્યાદિત ઉપયોગ, અને જંગી માનવભીડ ટાળવા માટે કોઈ આચારસંહિતા પણ હવે જરૂરી હોય તેવું નથી લાગતું? કે પછી? દિનપ્રતિદિન લોકો ગરમીથી રાહત મેળવવા માટે એ.સી.કુલર જેવા ઈલેકટ્રીકલ ઉપકરણોનો પ્રચુર માત્રામાં ઉપયોગ કરતાં જોવા મળે છે. એ પણ પર્યાવરણ ક્ષેત્રે તો ચિંતાજનક જ કહેવાય.
બપોરના અઢી વાગ્યાના આસપાસ સાવરકુંડલા શહેરમાં વાદળિયું વાતાવરણ છવાયું કમોસમી ઋતુંનું આગમન એટલે ખેડૂત વર્ગમાં ચિંતાનો માહોલ

Recent Comments