fbpx
બોલિવૂડ

બબીતાજીએ પોતાની સાથે સમસ્યા એવી પણ આવી તે ખુદ શોષણનો શિકાર થઈ હતી

સૌથી જનો કોમેડી ટીવી સીરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ હાલમાં કેટલાય કારણોસર ખૂબ જ ચર્ચામાં છે. આ સીરિયલમાં એકથી એક ચડીયાતા કેરેક્ટર પણ જાેવા મળે છે. આ દરમ્યાન અસિત મોદી પર અમુક આરોપ પણ લગાવ્યા છે. પણ આપને જણાવી દઈએ કે, આ સીરિયલમાં દરેક પાત્ર ખૂબ જ મહત્વના છે. જેમાં બબીતાજીનું પાત્ર નિભાવતી મુનમુન દત્તા પણ ખૂબ ચર્ચામાં રહે છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં બબીતાજી અને જેઠાલાલની કેમિસ્ટ્રી પણ ખૂબ જ ગજબની દેખાડી છે. આ સીરિયલમાં બબીતાજીને કોમિક રોલમાં દેખાડી છે. પણ આપને જણાવી દઈએ કે, મુનમુન દત્તાની જિંદગીમાં એક સમસ્યા એવી પણ આવી હતી, જ્યારે તે ખુદ શોષણનો શિકાર થઈ ગઈ હતી. તો આવો જાણીએ બબીતાજી સાથે એવું શું થયું છે. હકીકતમાં જાેઈએ તો, આ વર્ષ ૨૦૧૭ની વાત છે, જ્યારે મી ટૂ કેમ્પેઈન ખૂબ જ ચર્ચામાં આવી ગયું હતું. આ કેમ્પેઈનની અંદર મોટી મોટી હસ્તીઓ, અભિનેત્રીઓએ પોતાની સાથે થયેલ શોષણ વિશે ખુલાસો કર્યો હતો. તેમાં જ મુનમુન દત્તાનું નામ પણ સામેલ હતું. આપને જણાવી દઈએ કે, આ કેમ્પેઈનના સમયે મુનમુન દત્તાએ આ વાતનો ખુલાસો કર્યો અને એક લાંબી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું કે, કેવી રીતે તેના પાડોસમાં રહેતી તેના એક અંકલે ગંદી નજરથી જાેયા કરતા હતા. મુનમુન દત્તાનો સૌથી ચોંકાવનારો ખુલાસો તો ત્યારે થયો, જ્યારે તેણે જણાવ્યું કે, તેના એક કઝિન ભાઈએ તેને બેડ પર ટચ કરવા લાગ્યો હતો. આ બધું તેની સાથે ફક્ત ૧૩ વર્ષની ઉંમરમાં થયું. મુનમુન દત્તાએ વધુ એક ખુલાસો કર્યો કે, એક વાર તેની ટ્યૂશન ટીચરે તેની અંડર ગારમેન્ટમાં હાથ નાખી દીધો હતો. આવી રીતની ઘટનાઓ બાદ એક્ટ્રેસને તેમાંથી નીકળવામાં વર્ષો લાગી ગયા હતા.

Follow Me:

Related Posts