બરેલીમાં બે મુસ્લિમ યુવતીએ ધર્મ પરિવર્તન કરી હિન્દુ યુવકો સાથે કર્યાં લગ્ન
બરેલીમાં મુસ્લિમ સમુદાયની બે યુવતીઓએ હિન્દુ ધર્મ અપનાવી હિન્દુ યુવકો સાથે લગ્ન કરી લીધા છે. ઘટના સુભાષનગર પોલીસ સ્ટેશન વિસ્તારના મઢીનાથની છે. હિન્દુ ધર્મ અપનાવ્યા બાદ ઇરમ જૈદી સ્વાતી બની ગઈ તો શહનાઝ સુમન બની ગઈ છે. આ બંને યુવતીઓને હિન્દુ ધર્મમાં ખુબ આસ્થા છે. તો યુવતીઓનું કહેવું છે કે મુસ્લિમ સમાજમાં મહિલાઓને સન્માન મળતું નથી. ત્યાં જ્યારે ઈચ્છે ત્યારે ત્રણવાર તલાક બોલી દે છે અને પછી હલાલા કરે છે. પ્રાપ્ત જાણકારી અનુસાર ભોજીપુરા નિવાસી શહનાઝ હવે સુમન દેવીના નામથી ઓળખાશે. શહનાઝને અજય નામના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. ત્યારબાદ તેણે હિન્દુ ધર્મ અપનાવી લીધો અને અજય સાથે લગ્ન કરી લીધા છે. તો બહેડીની ઇરમ જૈનીએ પણ હિન્દુ ધર્મ અપનાવી લીધો અને પોતાનું નામ સ્વાતી રાખી દીધુ છે. ઇરમ જૈદીએ આદેશ કુમાર સાથે લગ્ન કર્યાં છે.
બરેલીના મઢીનાથ સ્થિત અગસ્ટ મુનિ આશ્રમમાં પંડિત કેકે શંખધારે બંને યુવતીઓના લગ્ન પૂર્ણ કરાવ્યા હતા. પહેલા બંને યુવતીઓનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું. ત્યારબાદ ધર્મ પરિવર્તન કરાવી નામ બદલી દેવામાં આવ્યું. ત્યારબાદ બંને યુવતીઓના હિન્દુ યુવક સાથે લગ્ન કરાવવામાં આવ્યા હતા. આ દરમિયાન બંને યુવતીએ સાત ફેરા ફર્યા, યુવકીઓ માથામાં સેથો પૂર્યો, મંગલસૂત્ર પહેરાવ્યું, ત્યારબાદ બંનેએ પંડિતના પગે લાગીને આશીર્વાદ લીધા હતા. શહનાઝ ઉર્ફ સુમન દેવીનું કહેવું છે કે તેની હિન્દુ ધર્મમાં આસ્થા છે જેના કારણ તે પોતાની મરજીથી કોઈ દબાણ વગર હિન્દુ ધર્મ અપનાવ્યો છે અને પોતાના મનપસંદ યુવક સાથે લગ્ન કર્યાં છે. હવે તેની સાથે જીવન પસાર કરવા ઈચ્છે છે. ઇરમ જૈદીનું કહેવું છે કે તે પણ હિન્દુ ધર્મમાં વિશ્વાસ રાખે છે અને આ કારણે હિન્દુ ધર્મ અપનાવી હિન્દુ યુવક સાથે લગ્ન કર્યાં છે.
Recent Comments