ઉત્તરપ્રદેશમાં બરેલી-નૈનીતાલ હાઈવે પર ભોજીપુરા પાસે શનિવારે મધરાતે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતમાં ૮ લોકો દાઝી ગયા હતા. કારનું ટાયર ફાટવાને કારણે આ અકસ્માત થયો હતો. ટાયર ફાટવાને કારણે કાર બીજી તરફ ઉત્તરાખંડના કિછાથી રેતી અને કાંકરી લઈ જઈ રહેલા ડમ્પર સાથે અથડાઈ હતી.
બંને વાહનોની ટક્કરથી જાેરદાર વિસ્ફોટ થયો હતો. જેના કારણે હાઇવે પર રહેતા લોકો જાગી ગયા હતા. તેઓ ઘરોમાંથી બહાર આવ્યા હતા. જાે કે, અથડામણ બાદ કાર અને ડમ્પરમાં જાેરદાર આગ લાગી હતી. લોકોએ પોલીસને જાણ કરી હતી.. પોલીસે ફાયર બ્રિગેડને બોલાવી આગને કાબુમાં લીધી હતી. જાે કે કાર અંદરથી લોક હોવાના કારણે મુસાફરો કારની અંદર ફસાઈ ગયા હતા અને તમામ દાઝી ગયા હતા. વધારે દાજવાના કારણે આ લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
અર્ટિકા કારને બહારી પોલીસ સ્ટેશન વિસ્તારના નારાયણ નાગલાના રહેવાસી ફુરકાને બુક કરાવી હતી. તે પણ કારમાં સવાર હોવાનું સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ ભયાનક અકસ્માત બરેલીથી બહેડી પરત ફરતી વખતે થયો હતો. કારમાં આઠ લોકો હતા. જીજીઁ બરેલીએ તમામના મોતની પુષ્ટિ કરી છે. પોલીસ ટીમે તમામ મૃતદેહોને પોતાની કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. અકસ્માતમાં એક બાળકનું પણ મોત થયું હતું.
Recent Comments