ગુજરાત

બરોડામાં સાયન્સમાં અભ્યાસ વિદ્યાર્થિનીના ભાઇને વિધર્મીએ ધમકી આપી તારી બહેન ૧૮ વર્ષની થશે પછી તેને ઉઠાવી લઇ જઇશું

સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ફસાવી બે વખત દુષ્કર્મ કરનારા વિધર્મીને માંજલપુર પોલીસે ઝડપી પાડયો છે. આરોપી દ્વારા વિદ્યાર્થિનીને ગરબા ગ્રાઉન્ડ પર રમવા માટે બોલાવી સાથે ગરબા રમવા માટે પણ આરોપી દબાણ કરતો હતો. મળતી માહિતી મુજબ, ધો. ૧૧ સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો ચાર મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ પર મકરપુરા ગામમાં રહેતા વાજીદશા દિવાન સાથે પરિચય થયો હતો.

ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઇ હતી. વાજીદશા દ્વારા વિદ્યાર્થિનીને પોતાની સાથે પ્રેમ સંબંધ બાંધવા માટે ધમકી આપવામાં આવતી હતી. વાજીદ તેની સ્કૂલ પર જઇને બળજબરીથી વાત કરવાનો પણ પ્રયાસ કરતો હતો. હાલમાં ચાલતી નવરાત્રિમાં પણ માંજલપુર વિસ્તારના ગરબા ગ્રાઉન્ડ પર વિદ્યાર્થિનીને મળવા માટે આરોપી બોલાવતો હતો. આરોપી દ્વારા ગરબા ગ્રાઉન્ડ પર તેની સાથે ફોટા પણ પાડવા માટે દબાણ કરવામાં આવતું હતું. વાજીદની આવી હરકતોથી વિદ્યાર્થિનીએ તેની સાથે સંબંધ તોડી નાંખવાનું નક્કી કર્યુ હતુ.

વાજીદને જ્યારે વિદ્યાર્થિનીના ભાઇએ સમજાવવાની કોશિશ કરી ત્યારે તેણે એવી ધમકી આપી હતી કે, તારી બહેનના ૧૮ વર્ષ પૂરા થયા પછી તેને હું ઉઠાવી જઇશ. આ અગાઉ એક વખત એસ.આર.પી. ગૃપ નજીક રહેતા પોતાના મિત્રના ઘરે લઇ ગયો હતો. જ્યાં તેણે વિદ્યાર્થિનીની મરજી વિરૃદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. બનાવ અઁગે વિદ્યાર્થિનીના પરિવારજનો ગઇકાલે રાતે પરિવારજનો માંજલપુર પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા હતા. માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ અન્ય કોઇ કિશોરીને આ રીતે ફસાવી છે કે કેમ ? અન્ય કોઇ આરોપીની સંડોવણી છે કે કેમ ? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts