fbpx
ગુજરાત

બલોચપુર ગામેથી પૂજારી અને અન્ય એક શખ્સ પાસેથી ચરસ મળી આવ્યું

ગુજરાતનો નશાનો વેપલો યથાવત જાેવા મળી રહ્યો છે. ફરી એક વખત મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો ઝડપાયો છે. બનાસકાંઠા ર્જીંય્એ કાંકરેજનાં બલોચપુરમાંથી ચરસ ઝડપી પાડ્યું છે. બલોચપુર ગામે આવેલ જાેગણી માતાજીનાં મંદિરનો પૂજારી અને અન્ય એક શખ્સ પાસેથી ચરસ મળી આવ્યું. ૪ લાખ ૬૫ હજારની કિંમતનું ૩,૧૦૪ કિલો ચરસ ઝડપાયું. પોલીસે ચરસની ૨૪૭ નંગ સ્ટીક અને કાર સહીત ૧૧ લાખ ૭૩ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો. મૂળ મધ્યપ્રદેશનાં જાંબુઆ જિલ્લાના રહેવાસી મંદિરનો પૂજારી દયાલગીરી બાવાની ધરપકડ કરાઈ. તો અન્ય આરોપી ઉત્તર પ્રદેશનાં રાજવીરસિંહ પાસેથી આર્મી ઁ્‌ઇનું આઈકાર્ડ મળી આવ્યું. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts