ગુજરાતમાં હાલ ઉનાળાના વેકેશનનો સમય ચાલી રહ્યો છે ત્યારે ટ્રેન અને બસમાં પ્રવાસીઓનો ઘસારો સ્વાભાવિક રીતે વધારે જોવા મળતો હોય છે તે દરમિયાન એસ.ટી બસના ડ્રાઈવરની એક મોટી લાપરવાહીનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં ગુજરાતની સલામત સવારી એસટી બસે ૨૦થી ૨૫ કિમી જેટલું રોંગ સાઇડમાં ચલાવ્યુ હતું. આ બસમાં ૫૦ જેટલા લોકો સવાર હતા.
વીડિયોમાં મુસાફરો કહેતા સંભળાય છે કે, અમે નિયત સમયે નહીં પહોંચીએ તો આગળ અમારી ટ્રેન છૂટી જશે. નોંધનીય છે કે, એસટી બસને સલાલ પાસે આગમન હોટેલ ઉપર ઉભી રાખવાની હતી પરંતુ ગફલતમાં ચાલક ભૂલી ગયો હતો. જેથી તેને પ્રાંતિજ પાસે પહોંચીને યાદ આવ્યું કે, હોટલ પર જવું પડશે અને ત્યાં બસ ઉભી રાખવી પડશે. તેથી બસના ચાલકે રોંગ સાઇડ પર જ ૨૦ કિમી જેટલી બસ જવા દીધી હતી. જ્યારે હોટેલ પર બસ ૨૦ મિનિટ સુધી ઉભી રહી ત્યારે જ હોટેલ બસના ચાલકને ૨૦૦ રૂપિયાની ટિકીટ આપે છે. જે કન્ડક્ટરના કહેવા મુજબ તેમણે ઉપરના અધિકારીને જમા કરાવવાની હોય છે.
Recent Comments