fbpx
અમરેલી

બસ નીકળે સીમરણથી પણ બેસવું હોય તો પાંચ ગામના લોકાએ સાવરકુંડલા અથવા અમરેલી જવું પડે.

સાવરકુંડલા તાલુકાના પાંચ ગામના લોકો મુસાફરી માટે બેસેછે તેવું સીમરણની વાડીએ એક્સપ્રેસ બસોને સ્ટોપ આપવા ધારાસભ્ય અને એસ.ટી. તંત્ર પાસે માંગ કરવામાં આવી.સાવરકુંડલા તાલુકાના સીમરણ વાડી એથી પ્રસાર થતી એકપણ એક્સપ્રેસ બસનો સ્ટોપ એસ.ટી.વિભાગ દ્વારા આપવામાં ન આવતા સીમરણ વાડીએથી સીમરણ, જીરા, બોરાળા, કરજાળા, અને નવાચરખા એમ પાંચ ગામના લોકોને લાંબા અંતર ની મુસાફરી કરવા માટે સાવરકુંડલા અથવા અમરેલી ખાતે જવું પડેછે સાવરકુંડલા અમરેલી હાઈવે ની મધ્યમાં આવેલ સીમરણ ગામના પાટિયુ જેને સીમરણ ની વાડી તરીકે ઓળખવામાં આવેછે જ્યા 24 કલાક માટે એક્સપ્રેસ બસો અવર જવર કરી રહીછે પરંતુ એકપણ બસ અહીંયા ઉભી રહેતી નથી સીમરણ, જીરા, બોરાળા, કરજાળા, અને નવાચરખા પાંચ ગામના લોકોનો રાજકોટ, અમદાવાદ, સુરત, ભાવનગર વગેરે લાંબા અંતરની મુસાફરી તેમજ સીટી માં હોસ્પિટલ ના કે અન્ય કામકાજ માટે અથવા સગા સંબંધી ઓને ત્યાં જવા આવવા માટે સાવરકુંડલા અથવા અમરેલી ખાતે જવું આવવું પડેછે.


સીમરણની વાડીએથી એકપણ લાંબા રૂટની એક્સપ્રેસ એસ.ટી.બસનો સ્ટોપ આપવામાં આવતો નથી જેના કારણે સીમરણ, જીરા, બોરાળા, કરજાળા, અને નવાચરખા પાંચ ગામના મુસાફરોને ખૂબજ મુશ્કેલી પડેછે સીમરણ વાડીથી મુસાફરોને એસ.ટી. બસમાં લાંબી મુસાફરી કરવી હોય તો સાવરકુંડલા અથવા તો અમરેલી જવું પડેછે જેમ કે રાજકોટ, જામનગર, દ્વારકા, ભુજ, અમદાવાદ, સુરત, જેવા શહેરોમાં જવું હોય તો એક પણ એક્સપ્રેસ બસનો સ્ટોપ અહીં ન હોવાથી ઘણી મુશ્કેલી સહન કરવી પડેછે આથી સીમરણ ગામના ઉપસરપંચ અને તાલુકા યુવા ભાજપ મહામંત્રી ભરતભાઈ ચોડવડીયા દ્વારા સાવરકુંડલા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા તથા અમરેલી જીલ્લા એસ.ટી.ના વિભાગીય નિયામક ને પાંચ ગામના લોકો વતિ પત્ર પાઠવી એક્સપ્રેસ એસ.ટી. બસનો સીમરણ વાડીએ સ્ટોપ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવીછે સાવરકુંડલા તાલુકાના સીમરણની વાડીએ સ્ટોપ આપવામાં આવેતો એસ.ટી. વિભાગને ઘણી ટ્રાફિક પણ મળી શકે તેમછે.

Follow Me:

Related Posts