અમરેલી

બસ સ્ટેન્ડ મા યુવતી ની છેડતી થતા યુવતી ની મદદ માટે પહોંચી ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન ટીમ

અમરેલી શહેરતારીખ ૩૧/૦૭/૨૦૨૪ ના રોજ યુવતી નો અભયમ મહિલા હેલ્પ લાઇન પર કોલ કરી જણાવાયું કે બસ સ્ટેન્ડ મા કોઈ છોકરો મને હેરાન કરે છે તેથી મદદ ની જરૂર છે ૧૮૧ પર કોલ મળતા તરત જ અભયમ ટીમ તેમની મદદ માટે રવાના થયેલ ……… એસ. ટી. બસ સ્ટેન્ડ એ પહોંચી અને યુવતી સાથે વાત કરતા જાણવા મળ્યું કે છેલ્લાં ૬ મહિના થી એક શખ્સ તેમને હેરાન કરે છે. બસ સ્ટેન્ડ મા તેમની પાછળ પાછળ ફર્યા કરે છે તથા યુવતી ની બસ મા જઈને હેરાન કરનાર વ્યક્તિ પોતાનાં મિત્રો પાસેથી વારંવાર યુવતી નાં નંબર મેળવવાં નાં પ્રયાસો કરે છે તથા યુવતી નું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ જાણી વારંવાર તેને અલગ અલગ આઇ ડી પર થી મેસેજ કાર્ય કરે છે, આ વાત ની જાણ થતા યુવતી એ વ્યકિત ને સમજાવ્યો પરંતુ તે વ્યક્તિ માન્યો નહિ છેવટે યુવતી એ અભયમ માં કોલ કરી મદદ માટે કહેલ, અભયમ ટીમ દ્વારા તે વ્યક્તિ ને સમજાવવામાં આવ્યો તેનું કાઉન્સિલ કરવામાં આવ્યુ અને એ વ્યક્તિ એ પોતાની ભુલ સ્વીકારી અને યુવતી પાસે માફી માંગી અને ફરી ક્યારેય તે આવી ભૂલ નહિ કરે તેની ખાત્રી આપી તેથી યુવતીએ હાલ આગળ કાર્યવાહી કરવાનું ટાળ્યું અને યુવકને સુધારવાનો એક મોકો આપેલ.યુવતી ની સમસ્યા નું સમાધાન થતાં તેને અભયમ ટીમ નો આભાર વ્યક્ત કર્યો તથા યુવતી ને હેરાન કરનાર યુવકે પોતાની ભૂલ નુ ભાન કરાવવા માટે અભયમ ટીમ નો આભાર વ્યકત કર્યો.

Related Posts