fbpx
ગુજરાત

બહારના રાજ્યમાંથી ગુજરાત આવતા વ્યક્તિ માટે આરટી-પીસીઆર ફરજિયાત નહિ

હવેથી રાજ્યમાં બહારથી આવતા સ્વસ્થ લોકોને આરટી-પીસીઆર ટેસ્ટ નહીં કરાવવો પડે. કોરોનાની બીજી લહેર વચ્ચે સરકારે ગુજરાતમાં બહારના રાજ્યોમાંથી આવનારા વ્યક્તિઓ માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કર્યો હતો. જે અનુસાર, ગુજરાતમાં એન્ટ્રી લેવાના વધુમાં વધુ ૭૨ કલાક પહેલા આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો પડતો હતો, અને તે નેગેટિવ હોય તો જ ગુજરાતમાં એન્ટ્રી મળતી હતી.
એક અહેવાલ અનુસાર, આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં આરટીપીસીઆર ટેસ્ટ અંગે કેટલાક સુધારા કરાયા છે. જે અનુસાર, જે વ્યક્તિનો રેપિડ કે આરટીપીસીઆર નેગેટિવ આવ્યો હોય તેમને ફરી ટેસ્ટ કરાવવાની જરુર નથી. આ ઉપરાંત, કોરોનાની ટ્રીટમેન્ટ બાદ સાજા થયેલા દર્દીને પણ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરતી વખતે ટેસ્ટ કરાવવાની જરુર નથી. તેમજ જાે કોઈ વ્યક્તિને તાવ કે બીજા કોઈ લક્ષણો ના હોય તો તેને પણ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે આરટીપીસીઆર કરાવવાની જરુર નથી.

આઇસીએમઆર દ્વારા પણ થોડા સમય પહેલા રાજ્યોને ફરજિયાત આરટીપીસીઆરની જાેગવાઈ દૂર કરવા માટે વિનંતી કરવામાં આવી હતી. તેના દ્વારા જણાવાયું હતું કે આ નિયમને કારણે સ્વસ્થ વ્યક્તિઓ પણ ટેસ્ટ કરાવવા જાય છે, જેના કારણે પહેલાથી જ દબાણમાં રહેલી સિસ્ટમ પર વધુ બોજ પડે છે. ઘણા શહેરો અને જિલ્લામાં તો આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ ચાર-પાંચ દિવસે મળતો હોવાથી આ નિયમનો કોઈ અર્થ જ નથી સરતો.

Follow Me:

Related Posts