અમરેલી બહારપરા વિસ્તારમાં આવેલ અમરેલી નગરપાલિકા દ્રારા સંચાલિત સરકારી કુમાર/કન્યા પ્રાથમિક શાળામાં છેલ્લા ઘણા સમયથી અભ્યાસ કરતા ગરીબ બાળકોને ઘરે થી સ્કુલ સુધી લેવા તથા મુકવા માટે કોંગ્રેસ શાસિત નગરપાલિકા દ્રારા શરૂ કરવામાં આવેલ હતી. જે બસ આ ભાજપ શાસિત અમરેલી નગરપાલિકાએ બંધ કરી દીધેલ છે, જેનાથી બહારપરા,સા.કુંડલા બાયપાસ રોડ, વેલનાથપરા, ગુજકોમાસોલ, ડો.આંબેડકરનગર, લીલાનગર જેવા અતિ પછાત વિસ્તારમાંથી મજુરી કરતા લોકોના બાળકો આ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહયા છે, આ ઓજી વિસ્તાર હોય અને સા.કુંડલા સ્ટેટ હાઈવે લાગતો હોય તથા રેલ્વે ક્રોસિંગ આવતું હોય જેના લીધે ગરીબ બાળકોને ચાલીને સ્કુલે આવવામાં અકસ્માત થવાની સંભાવના રહેલી હોવાથી તાત્કાલીક આ ભાજપ શાસિત અમરેલી નગરપાલિકા ગરીબ વિદ્યાર્થીઓ તથા વાલીઓનું હિત ધ્યાને લઈ સ્કુલ બસ વહેલીતકે શરૂ કરવાની માંગ અમરેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ મનીષ ભંડેરીએ કરી છે.
બહારપરા વિસ્તારમાં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં સ્કુલ બસ શરૂ કરવાની માંગ કરતા મનીષ ભંડેરી

Recent Comments