બહેન અંશુલાને અર્જુન કપૂરે ખાસ રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી

બોની કપૂરના ચાર બાળકોમાં અંશુલા કપૂર એક માત્ર એક્ટિંગની દુનિયાથી દુર છે. અંશુલા સિવાય અર્જુન, જ્હાન્વી પહેલાથી જ બોલિવૂડમાં ધમાલ મચાવી રહ્યા છે.જ્યારે ખુશી પણ ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. જાેકે અંશુલાને શરૂઆતથી જ એક્ટિંગની દુનિયાથી દુર છે. અંશુલા ફેન કાઇન્ડ વેબસાઇટની સંસ્થાપક છે. આ વેબસાઈટ દ્વારા અંશુલા જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે. આ માટે તે સેલેબ્સનો સહારો પણ લે છે. તે કોઈપણ સેલેબ સાથે ચાહકોની કોઈ ઈવેન્ટનું આયોજન કરે છે અને તેના દ્વારા જે કંઈ કમાણી થાય છે તે ચેરિટીમાં દાન કરે છે.
કોવિડ દરમિયાન પણ અંશુલાએ ફેન કાઇન્ડ દ્વારા ઘણા જરૂરિયાતમંદ લોકોની મદદ કરી હતી.અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરનો જન્મદિવસ છે. અંશુલાના જન્મદિવસ પર ભાઈ અર્જુને એક ક્યૂટ વીડિયો શેર કરીને તેની બહેનને ખાસ રીતે શુભેચ્છા પાઠવી છે. જે વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જાેશો કે બંનેએ એક રંગના ટી-શર્ટ પહેરેલા જાેવા મળે છે અને બંને ડાન્સ કરી રહ્યાં છે. સાથે જ બેકગ્રાઉન્ડમાં બાદશાહનું ગીત ‘ઝુગનુ’ વાગી રહ્યું છે. ઈન્સ્ટાગ્રામ પરથી વીડિયો શેર કરતાં અર્જુને લખ્યું, હંમેશા ખુશ રહો અને હસતા રહો, હું હંમેશા તમારી સાથે છું. અંશુલા કપૂરને જન્મદિવસની શુભેચ્છા. આશા છે કે આ વર્ષે તમને જે જાેઈએ છે તે બધું મળી જશે. અર્જુન ઉપરાંત અંશુલાને પિતા બોની કપૂરે પણ શુભેચ્છા પાઠવી છે. બોનીએ અંશુલા સાથે એક ફોટો ઈન્સ્ટાગ્રામ પરથી શેર કર્યો છે. જેમાં બંને ટ્રેડિશનલ લુકમાં જાેવા મળી રહ્યા છે.
Recent Comments