બાંગ્લાદેશથી મોડેલ બનવા આવેલી યુવતીને પોલીસે દેહવિક્રયનાં ધંધામાંથી છોડાવીઆણંદ એસઓજી પોલીસે એક મહિલા સહીત આઠ આરોપીઓની ધરપકડ કરી
બાંગ્લાદેશથી મોડેલ બનવા માટે ગેરકાયદેસર રીતે એજન્ટ મારફતે સરહદ પાર કરી ભારતમાં આવેલી સગીર કિશોરીને મુંબઈ અમદાવાદ થઈ વલ્લભવિદ્યાનગર લાવી તેણી પર જુદી જુદી વ્યકિતઓ દ્વારા દુષ્કર્મ આચરી કિશોરીને ગોંધી રાખી બળજબરીપૂર્વક દેહવિક્રયનાં ધંધામાં ધકેલી દેતા વલ્લભવિદ્યાનગર પોલીસે અભયમની મદદથી કિશોરીને મુકત કરાવી. આ બનાવ અંગે દુષ્કર્મનો ગુનો નોંધી એસઓજી પોલીસે એક મહિલા સહીત આઠ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વલ્લભવિદ્યાનગરમાં એક જાણીતી હોસ્ટેલ પાસે આવેલા ઘરમાં ગોંધી રખાયેલી એક બાંગ્લાદેશી સઞીરાને અભયમની ટીમે રેસ્ક્યુ કરી વલ્લભ વિદ્યાનગર પોલીસના હવાલે કરી હતી.
દરમિયાન, તેણીનું કાઉન્સેલીંગ કરાતા કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જેમાં સગીર કિશોરીા બાંગ્લાદેશમાં પોતાના માતા-ભાઈ સાથે રહેતી હતી. કિશોરીને મોડલ બનવું હોઇ જેમ તેમ કરીને મુંબઈ આવવા માંગતી હતી. જેથી તેણે બોર્ડર ક્રોસ કરાવતા એજન્ટોનો સંપર્ક સાધ્યો હતો અને તેમની મદદથી પગપાળા બોર્ડર ક્રોસ કરીને પશ્ચિમ બંગાળ ત્યાંથી કોલકાત્તા, થઈ મુંબઈ, આવી હતી.
જયાંથી એક યુવતી તેણીને અમદાવાદ થઈને વલ્લભવિદ્યાનગર લઈ આવી હતી અને અહીયાં સગીરા કિશોરીને એક મકાનમાં ગોંધી રાખવામાં આવી હતી અને એ પહેલાં તેની સાથે કેટલાંક શખ્સોએ શારીરિક શોષણ પણ કર્યું હતું. જાેકે, સગીરાએ વલ્લભવિદ્યાનગરમાંથી તક મળતા જ અભયમની હેલ્પ લાઈન પર મદદ માંગતા અભયમની ટીમ ધટના સ્થળે દોડી ગઈ હતી જયાં તેણે જે મકાનમાં કિશોરીને ગોંધી રાખવામાં આવી હતી તે મકાન ખોલાવવા માટે અડધો કલાક ભારે ઝહેમત કરી હતી ત્યારબાદ મકાન ખુલતા અભયમની ટીમએ કિશોરીને મુકત કરાવી તેણીને વધુ તપાસ અર્થે વલ્લભવિદ્યાનગર પોલીસને હવાલે કરી હતી.
બાંગ્લાદેશથી આવેલી સગીર વયની કિશોરી માત્ર બાંગ્લા ભાષા જ જાણતી હોય, દુભાષિયાની મદદથી તેનું કાઉન્સેલિંગ કરતા તેણીનીએ ત્રણ નામ આપ્યા હતા. જેમાં મુંબઈમાં રહેતાં મુનાવર હુસૈન, વડોદરામાં રહેતા સુનિલ અને મુંબઈમાં રહેતી અને તેણીને વલ્લભવિદ્યાનગર લાવનાર સોનિયા વેકરના નામનો જણાવ્યા હતાં. પોલીસ દ્વારા મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ તે સેક્સ્યુઅલી એક્ટીવ હોઈ અને સગીર વયની હોઈ પોલીસ દ્વારા આ ત્રણેય વિરૂદ્ધ હ્યુમન ટ્રાફિકીંગ, અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી એસઓજી પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી.
આણંદની એસઓજી પોલીસે મુખ્ય સૂત્રધાર મેસન રજજાક રહેમાન ઉર્ફે અનવર ઉર્ફે મુનાવર હુસેન જાેય હાલ રહે,મહારાષ્ટ્ર મૂળ રહે પશ્ચિમ બંગાળ કોલકત્તા બાંગ્લાદેશ, સોનિયાબેન દિનેશભાઈ વેંકટ ઉફે નઝમા રજાકભાઈ બીસેસ હાલ રહે, મહારાષ્ટ્ર પાલઘર મૂળ રહે, પશ્ચિમ બંગાળ કોલકત્તા એજન્ટ જેઠાનંદ ઉર્ફે સુનિલ ઘનશ્યામભાઈ સેવકાની હાલ રહે, ભાથીજી નગર ડી- માર્ટ સામે વાઘોડિયા રોડ તાલુકો જીલ્લો વડોદરા મુળ રહે, અમદાવાદ શહેર રાણીપ રૂપલ એપાર્ટમેન્ટ તેમજ કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર અમૃત ઉર્ફે અનિલ ઉર્ફે આર્યન ગોરધનભાઈ ખરા મૂળ રહે, પ્રહલાદપુરા શિવદાસ પુરાણીની બાજુમાં બીલવા રાજસ્થાન હાલ રહે,સીફોનીક સોસાયટી ચાંદખેડા, અમદાવાદ, પ્રદીપ કુમાર ઉર્ફે લાલો કાંતિભાઈ મકવાણા રહે, વડોદરા રાહુલ પ્રકાશ નારાયણ મિશ્રા રહે, વડોદરા, હની ત્રિભોવનભાઈ પટેલ મૂળ રહે અમદાવાદ તથા શીભાભાઈ કરમસીભાઈ દેસાઈ મૂળ રહે, અમદાવાદને ઝડપી લીધા હતા. આ બનાવ અંગે પોલીસ અધિક્ષક પ્રવિણકુમાર મીણાએ માહીતી આપતા જણાવ્યું હતું કે
આજથી પંદરેક દિવસ પહેલાં વલ્લભ વિદ્યાનગરમાંથી મળી આવેલી એક બાંગ્લાદેશી કિશોરી ને મોડેલિંગ તથા ફિલ્મ શૂટિંગમાં કામ આપવાની લાલચ આપીને દેહ વ્યાપારના ધંધામાં ધકેલવાના ગંભીર પ્રકારના ગુનામાં મુખ્ય સુત્રધાર મેસન રજજાક રહમાન ઉર્ફે બીસ્સ ઉફે અનવર ઉર્ફે મુનાવર હુસેન જાેય તથા સોનીયાબેન ને એસઓજી પોલીસે ધરપકડ કરી આકરી રીતે બંનેની પુછપરછ કરતાં બંને જણ ભાગી પડ્યાં હતાં અને પોતે મૂળ બાંગ્લાદેશી નાગરિક હોવાનું જણાવ્યું હતું. છેલ્લાં ૧૦ વર્ષોથી ભારત દેશમાં ગેરકાયદેસર રીતે ઘુસી વસવાટ કરતાં હોવાનું જણાવ્યું હતું. મેસન રજજાક આ સઞીરાને બાંગ્લાદેશથી મોડેલિંગ અને ફિલ્મમાં કામ આપવાની લાલચ આપી દેહ વ્યાપાર માટે મુંબઈ લાવ્યો હતો. ત્યારબાદ તેની બહેન સોનિયા વેંકટ નઝમા રજાકભાઈ બીસેસ ને મુંબઈ(મહારાષ્ટ્ર) થી દેહ વેપારના ધંધા માટે સોંપવામાં આવી હતી. સોનિયા એજન્ટ જેઠાનંદ ઉર્ફે સુનિલ સેવકાની ની મદદથી સગીર ને વડોદરા તથા અમદાવાદની અલગ- અલગ હોટલ લઈ જઈને વેચીને તેની સાથે અલગ- અલગ વ્યક્તિઓ મારફતે બળજબરીથી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારબાદ સગીરાને વિદ્યાનગર ખાતે દેહ વેપારના ધંધા માટે લાવવામાં આવી હતી. જ્યાં સઞીરાએ અભયમ ટીમની મદદ લેતાં સઘળી હકીકત બહાર આવવા પામી હતી. પોલીસે ગુનામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર, એજન્ટ તેમજ કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર મળી કુલે આઠ ઈસમોને ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments