બાંગ્લાદેશમાં વીજળી સંકટ, ગ્રામીણ વિસ્તારોમાં ૧૯-૧૯ કલાક વીજ કાપ, શહેરોમાં પણ ૫-૫ કલાક વીજ કાપ

બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થા અને લોકશાહીની પુનઃસ્થાપના એ એક મોટો મુદ્દો છે, આ સિવાય ગંભીર આર્થિક સંકટ યુનુસ સરકારની સમસ્યાઓમાં વધારો કરી રહ્યું છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના સત્તા પરથી હટી જવાની સાથે જ દેશમાં આર્થિક સંકટ ઘેરી બનવા લાગ્યું છે. દેશમાં લાંબા ગાળાના વીજ કાપને કારણે ઉદ્યોગોને મોટો ફટકો પડ્યો છે; સ્થિતિ એવી છે કે વચગાળાની સરકારે હવે માલદીવને અપીલ કરવી પડી છે. વચગાળાની સરકાર, જે ભારત પ્રત્યે પોતાનું વલણ બતાવી રહી છે,
તેની પાસે હાલમાં કોઈ નક્કર યોજના નથી કે જે બાંગ્લાદેશને આર્થિક સંકટમાંથી ઉગારવા માટે લાગુ કરી શકાય. વીજળીના ઉત્પાદનમાં ભારે ઘટાડાને કારણે બાંગ્લાદેશ અંધકારમય યુગમાં જીવવા માટે મજબૂર છે, જ્યારે તેણે તેના લોકોને રોજગારી આપવા માટે માલદીવ પાસેથી મદદ માંગવી પડી છે. ઢાકામાં બંને દેશોના અધિકારીઓની બેઠકમાં બાંગ્લાદેશે અનુરોધ કર્યો છે કે માલદીવે બાંગ્લાદેશી નર્સોને નોકરી આપવી જાેઈએ. બાંગ્લાદેશમાં આર્થિક સંકટ વધી રહ્યું છે, તેની અસર હવે દેશના વીજળી પુરવઠા પર પણ પડી છે. બાંગ્લાદેશના ગ્રામીણ વિસ્તારોમાં ૧૯ કલાક વીજકાપ છે, જ્યારે શહેરી વિસ્તારોમાં પણ ૫ કલાક વીજ પુરવઠો ખોરવાય છે. વાસ્તવમાં, બાંગ્લાદેશ લગભગ ૨૫૫૦૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરે છે અને બાકીની ભારત પાસેથી ખરીદે છે. પરંતુ હાલમાં તેની વીજ ઉત્પાદન ક્ષમતા અડધાથી પણ ઓછી છે. તે માત્ર ૧૨૫૦૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી રહ્યું છે જેના કારણે દેશભરમાં કલાકો સુધી પાવર કટ છે.
શેખ હસીના સરકારને ઉથલાવીને સત્તામાં આવેલી વચગાળાની સરકાર માટે પાવર કટોકટી એક મોટો પડકાર બની ગયો છે. વાસ્તવમાં, હાલમાં બાંગ્લાદેશના ઘણા પાવર પ્લાન્ટ્સ બંધ છે, અને ભારત તરફથી વીજળીના પુરવઠાની વધુ બાકી રકમને કારણે, આ સંકટ વધુ ઊંડું બન્યું છે. જાેકે બાંગ્લાદેશ છેલ્લા ૨ વર્ષથી પાવર કટોકટીનો સામનો કરી રહ્યું છે, પરંતુ હાલમાં તે તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આ વીજ સંકટના ઘણા કારણો છે, જેમાં સૌથી મોટું કારણ બાંગ્લાદેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો છે.
મે ૨૦૨૩માં બાંગ્લાદેશનો વિદેશી હૂંડિયામણનો ભંડાર ઘટીને માત્ર ઇં૩૦.૧૮ બિલિયન થઈ ગયો હતો, જેના કારણે બાંગ્લાદેશ વીજ ઉત્પાદન માટે જરૂરી તેલ અને ગેસની આયાત કરી શકતું નથી. આ સિવાય બાંગ્લાદેશના કેટલાક પાવર પ્લાન્ટ ટેકનિકલ ખામીના કારણે આંશિક અને સંપૂર્ણ રીતે બંધ છે. આ ઉપરાંત, બાંગ્લાદેશ પણ બાકી વીજ બિલોની ચુકવણી ન કરવાને કારણે આ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ (મ્ઁડ્ઢમ્)નું કહેવું છે કે ગેસ સપ્લાયમાં અછતને કારણે ૧૫૦૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન બંધ થઈ ગયું છે. તે જ સમયે, ભારતમાંથી બાંગ્લાદેશને વીજળી સપ્લાય કરનાર અદાણી જૂથે પણ કાપ મૂક્યો છે. અદાણી ગ્રૂપ પાસે બાંગ્લાદેશ પર લગભગ ૮૦૦ મિલિયન ડોલર (રૂ. ૬૭૦૦ કરોડ)નું બિલ ચૂકવવાનું બાકી છે, તેથી અદાણી જૂથ જે બાંગ્લાદેશને લગભગ ૧૫૦૦ મેગાવોટ વીજળી સપ્લાય કરતું હતું, તેણે તેના હાથ ખેંચી લીધા છે અને હવે અદાણી જૂથ માત્ર ૫૦૦ મેગાવોટ વીજળી સપ્લાય કરે છે.
તે જ સમયે, ભારતમાં ત્રિપુરાથી ૧૬૦ મેગાવોટ વીજળીનો પુરવઠો પણ હાલ માટે બંધ કરી દેવામાં આવ્યો છે, આ ઉપરાંત, ભારતથી બાંગ્લાદેશના ખુલનામાં ૧૧૦૦ મેગાવોટ વીજળી પૂરી પાડવામાં આવતી હતી, પરંતુ બાકી ચૂકવણીને કારણે, તે પણ ઘટાડીને કરવામાં આવી છે. માત્ર ૯૦૦ મેગાવોટ વીજળી પૂરી પાડવામાં આવે છે. વાસ્તવમાં, બાંગ્લાદેશ વીજળી ઉત્પાદન માટે ઇંધણ પુરવઠા પર સંપૂર્ણપણે ર્નિભર છે. તેના માતરબારી પાવર પ્લાન્ટની પાવર ઉત્પાદન ક્ષમતા ૧૧૫૦ મેગાવોટ છે, પરંતુ તેને ૧૩ હજાર ટન કોલસાની જરૂર છે. હાલમાં આ પાવર પ્લાન્ટને ૮ હજાર ટન કોલસો સપ્લાય કરવામાં આવી રહ્યો છે,
જેના કારણે આ પાવર પ્લાન્ટ માત્ર ૮૫૫ મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી શકે છે. વીજળી સંકટની અસર બાંગ્લાદેશના ઉદ્યોગો પર ખરાબ રીતે પડી રહી છે. તેની અર્થવ્યવસ્થા મોટાભાગે નિકાસ પર આધારિત છે, તેથી ઉદ્યોગો અને કારખાનાઓ બંધ થવાથી અર્થતંત્ર પર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે. સ્થિતિ એવી છે કે બાંગ્લાદેશને હવે ૈંસ્હ્લ પાસેથી ૪.૭ અબજ ડોલરની લોન લેવી પડી છે. જાે કે વચગાળાના સરકારના મંત્રી સૈયદ રિઝવાના હસને કહ્યું છે કે મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર બેથી ત્રણ સપ્તાહમાં વીજ સંકટની સમસ્યાનો ઉકેલ લાવશે.
Recent Comments