રાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં હવે સત્તા પલટો?!.. ભારત માટે છે નુકશાન!

વડા પ્રધાન શેખ હસીનાએ અચાનક પદ પરથી રાજીનામું આપીને દેશ છોડવો પડ્યો ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ સૌથી મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. હિંસક વિરોધ વચ્ચે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ અચાનક જ પદ પરથી રાજીનામું આપી દેશ છોડવો પડ્યો હતો. આ પછી દેશના આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાને જાહેરાત કરી છે કે સેનાની મદદથી નવી વચગાળાની સરકાર બનાવવામાં આવશે. અવામી લીગ પાર્ટીએ હસીનાના રાજીનામાની માગને મુખ્ય વિપક્ષી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી અને હવે પ્રતિબંધિત જમાત-એ-ઈસ્લામી પાર્ટીના પ્રભાવ પર જવાબદાર ઠેરવી છે અને તેમના પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે.

અનામત ઉપરાંત બેરોજગારી ઘટતો વિદેશી મુદ્રા ભંડાર અને દરેક વસ્તુને અંકુશમાં રાખવાની ઈચ્છા પણ બાંગ્લાદેશમાં આ વિરોધના કારણો છે. પ્રદર્શનકારીઓએ માગ કરી હતી કે ૧૯૭૧ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારો માટે ૩૦ ટકા સરકારી નોકરીઓ અનામત રાખતી ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવામાં આવે. અગાઉ જ્યારે હિંસા ફાટી નીકળી હતી ત્યારે કોર્ટે ક્વોટાની મર્યાદા ઘટાડી હતી, પરંતુ હિંસા અટકી ન હતી.

હવે વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને હિંસા કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ૩૦૦ થી વધુ લોકોના મોત થયા છે. તમે બાંગ્લાદેશમાં બગડતી પરિસ્થિતિની કલ્પના કરી શકો છો કે અત્યાર સુધીમાં ૧૪ પોલીસકર્મીઓના મોત થયા છે. ૩૦૦થી વધુ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. ૧૧ હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. બાંગ્લાદેશને ૧૦ અબજ ડોલરનું આર્થિક નુકસાન થયું છે અને વિરોધીઓએ અવામી લીગના પ્રમુખ શેખ હસીનાના કાર્યાલયને આગ લગાવી દીધી છે.

ભારત પર શું થશે અસર જે વિષે તમને જણાવીએ, હાલમાં જે સમાચારો સામે આવી રહ્યા છે તે મુજબ દેશમાં અરાજકતાનો માહોલ છે. મોટી ભીડ શેરીઓમાં આવી ગઈ છે અને લૂંટફાટ અને આગચંપી કરવામાં વ્યસ્ત છે. એવા પણ અહેવાલ છે કે બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓના ઘરોને પણ આગ લગાડવામાં આવી રહી છે. શેખ હસીનાની સરકારનો ઝુકાવ ભારત તરફ હતો. પરંતુ જે રીતે તેને દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું. આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે દેશમાં કટ્ટરવાદી તત્વો વધી રહ્યા છે. શેખ હસીનાની પાર્ટીએ આ માટે જમાત-એ-ઈસ્લામીને જવાબદાર ઠેરવી છે. જેમના પર પાકિસ્તાન સમર્થક હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

બાંગ્લાદેશની ઘટનામાં ચીન ષડયંત્ર રચી શકે છે!.. જાે ભારતના દૃષ્ટિકોણથી જાેવામાં આવે તો, પશ્ચિમ બંગાળ તેની સરહદ બાંગ્લાદેશ સાથે વહેંચે છે. સમયાંતરે અહીં ઘૂસણખોરીના અહેવાલો આવે છે. આવી સ્થિતિમાં જાે અહીં કટ્ટરપંથી અથવા અસ્થિર સરકાર રચાય છે, તો આવનારો સમય ભારત માટે ખૂબ મુશ્કેલ હશે. અગાઉ બાંગ્લાદેશના ભાગલા સમયે બાંગ્લાદેશમાંથી એક કરોડ લોકો પશ્ચિમ બંગાળ આવ્યા હતા, જેમને લઈને ભારતમાં હજુ પણ રાજકારણ ચાલે છે. ભારતે શરણાર્થીઓના પ્રવાહ સાથે સાવધાનીપૂર્વક સામનો કરવો પડશે. આ સિવાય ચીન પણ આ સમગ્ર ઘટના પર નજર રાખશે. કારણ કે તે બાંગ્લાદેશ સંકટનો ફાયદો ઉઠાવીને પાકિસ્તાનને અહીં વધુ એક્ટિવ બનાવવા માંગશે. જેથી તે ભારતને અસ્થિર કરવામાં મદદ કરી શકે.

પાકિસ્તાનના ધ્વજ વાળા ચિત્રો પણ ચિંતાજનક વિષય છે જેના વિષે જણાવીએ, શેખ મુજીબુર રહેમાને ભારતની મદદથી બાંગ્લાદેશની સ્થાપના કરી હતી. વર્ષ ૧૯૭૧માં પાકિસ્તાનના અત્યાચાર સામે લડ્યા હતા. આજે બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન દરમિયાન જે રીતે પાકિસ્તાનના ધ્વજની તસવીરો સામે આવી છે તે ભારત માટે ચિંતાજનક છે. બાંગ્લાદેશના લોકો શરૂઆતથી જ બે જૂથોમાં વહેંચાયેલા છે. જેમાંથી એક કટ્ટરવાદી છે, જે ગુનાઓ સહન કરવા છતાં પણ પાકિસ્તાની સેનાની નજીક છે. બીજું જૂથ શેખ હસીનાનું છે. જેમની સામે આજે ગુસ્સાની તમામ હદ વટાવી ગઈ છે. બાંગ્લાદેશનો ઈતિહાસ એવો રહ્યો છે કે જ્યારે પણ અવામી લીગ નબળી પડે છે

અથવા જનતા પરની તેની પકડ ઢીલી પડે છે, ત્યારે બીએનપી અને કટ્ટરવાદી શક્તિઓ વધુ મજબૂત બને છે. જાે કે હાલમાં શેખ હસીના સરકાર બાદ બાંગ્લાદેશમાં સેનાએ ચાર્જ સંભાળી લીધો છે. આ સાથે ભારતે તાજેતરમાં બાંગ્લાદેશ સાથે મોંગલા પોર્ટને લઈને એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જેને ચીન માટે મહત્વપૂર્ણ પડકાર માનવામાં આવે છે. આના માધ્યમથી ભારત-બાંગ્લાદેશ હિંદ મહાસાગરના પશ્ચિમી અને પૂર્વી કિનારાઓ પર મજબૂત પક્કડ મેળવવામાં સફળ થયા હતા,

પરંતુ જે રીતે ત્યાં શેખ હસીનાની સરકારને ઉથલાવી દેવામાં આવી છે. તેનાથી ભવિષ્યમાં આ પ્રોજેક્ટ લટકી જશે. જાે બાંગ્લાદેશમાં રચાનારી નવી સરકારમાં કટ્ટરપંથીઓનો ઉદય થશે તો તે ભારત સાથે હસીનાએ કરેલા કરારો રદ કરી શકે છે. પશ્ચિમ બંગાળની સાથે આસામ, મિઝોરમ, મેઘાલય અને ત્રિપુરા પણ બાંગ્લાદેશ સાથે તેમની સરહદો વહેંચે છે. ભારત, શેખ હસીના સાથે આ ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં શાંતિ સ્થાપવામાં રોકાયેલું હતું. કારણ કે ત્યાં કેટલાક બળવાખોર જૂથો હતા જે ઘટનાઓ પછી બાંગ્લાદેશ ભાગી જતા હતા. પરંતુ હસીનાની સરકાર સત્તામાં આવ્યા બાદ તેમના માટે આમ કરવું ઘણું મુશ્કેલ બની ગયું છે. આ દબાણ હેઠળ તેમાંથી મોટાભાગના લોકોએ ભારત સાથે શાંતિ સંધિ પર હસ્તાક્ષર કર્યા. જાે કે મ્યાનમારમાં બળવા પછી કેટલાક જૂથો હજુ પણ ત્યાં ફરે છે. ચીન તેમને ત્યાં મદદ કરે છે. આવી સ્થિતિમાં સરહદ પર આવનારો સમય ભારત માટે થોડો મુશ્કેલ હશે.

Related Posts