fbpx
રાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી, બદમાશોએ ટ્રેનમાં આગ લગાવી, ૫ના મોત

બાંગ્લાદેશમાં ચૂંટણીના બે દિવસ પહેલા હિંસા ફાટી નીકળી છે. બદમાશોએ પેસેન્જર ટ્રેનને આગ ચાંપી દીધી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે ઘણા ઘાયલ હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, બેનપોલ એક્સપ્રેસના ચાર ડબ્બા બળીને રાખ થઈ ગયા હતા. આ ઘટના બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ગોપીબાગ વિસ્તારમાં શુક્રવારે રાત્રે લગભગ ૯.૦૫ વાગ્યે બની હતી.. તમને જણાવી દઈએ કે આ ઘટના બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીના બે દિવસ પહેલા બની હતી. અહીં ૭મી જાન્યુઆરીએ ચૂંટણી છે.

અગાઉ પણ બદમાશો આ ઘટનાને અંજામ આપી ચુક્યા છે. બાંગ્લાદેશ ફાયર બ્રિગેડની ટીમે ટ્રેનના બળેલા કોચમાંથી પાંચ મૃતદેહો બહાર કાઢ્યા હતા. પેસેન્જર ટ્રેનમાં આગચંપી કરવાની આ ઘટનાએ અરાજકતા સર્જી હતી. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ રાત્રે ૯.૩૫ વાગ્યે ઘટનાસ્થળે પહોંચી હતી અને ૧૧.૩૦ વાગ્યે આગને કાબૂમાં લેવામાં આવી હતી. ટ્રેન ઢાકા જઈ રહી હતી. મૃતકોની તાત્કાલિક ઓળખ થઈ શકી નથી. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.

વધુ માહિતીની રાહ જાેવાઈ રહી છે.. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં ૭ જાન્યુઆરીએ સામાન્ય ચૂંટણી છે. શેખ હસીના હાલ બાંગ્લાદેશમાં સત્તા પર છે. તેમની પાર્ટીનું નામ અવામી લીગ છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી એટલે કે મ્દ્ગઁ દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી છે. બીએનપીએ ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો છે. બાંગ્લાદેશમાં કુલ ૩૦૦ સીટો છે. ગત ચૂંટણીમાં અવામી લીગે ૩૦૦માંથી ૨૯૦ બેઠકો જીતી હતી.

Follow Me:

Related Posts