દાહોદ રહેતા બાંધકામ શ્રમિકના બાળકો માટે વિનામૂલ્યે તાલીમ થનાર છે. આ તાલીમ માં જોડાવવા માંગતા ઉમેદવારોની ઉંમર ૧૮ થી ૩૫ વર્ષ હોવી જોઈએ, અભ્યાસ ધોરણ-૬ પાસ થી ધોરણ- ૧૨ પાસ હોવા જોઈએ, શારીરિક રીતે તેમની ઉંચાઇ ૧૫૫ સે.મી. અને વજન ૪૫ કિલો હોવું જોઈએ. આ તાલીમમાં પાલક/સ્ક્રેફોલડીંગ-(૧ માસની તાલીમ), શટરીંગ-ફ્રોમ વર્ક-(ર માસની તાલીમ),સેન્ટીંગ-(ર માસની તાલીમ), કડીયાકામ/ ચણતર- પ્લાસ્ટર- (ર માસની તાલીમ), આમ આ ચાર પ્રકારના કોર્ષની તાલીમ એલ એન્ડ ટી કન્સ્ટ્રકશન સ્કીલ ઇન્સ્ટીટયુટ ચાચાર્વાડી માતા બસ સ્ટોપ પાસે,બાવળા સરખેજ હાઇવે જી.અમદાવાદ ખાતે થનાર છે. આ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનારને પ્રમાણપત્ર આપવામાં આવશે તથા માસિક ૬૫૦ રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. તેમજ બુલેટ ટ્રેન પ્રોજેકટની કન્સ્ટ્રક્શન સાઈટ પર બે વર્ષની એપ્રેન્ટીસીપ યોજનામાં જોડાઈ શકશે. અમદાવાદ ખાતે ૧ થી ૨ માસની તાલીમમાં તાલીમાર્થી ને રહેવા અને જમવાની તમામ સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. આ તાલીમમાં જોડાવવા માટે રોજગાર કચેરી ગોધરાના ફેસબુક પેજ jilla rojgar kacheri Dahod પર સંપર્ક કરવો તથા રોજગાર કચેરીની હેલ્પલાઇન ૦૨૬૭૩-૨૩૯૧૫૯ તથા રોજગાર સેતુ હેલ્પલાઇન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા રોજગાર અધિકારીશ્રી દાહોદ દ્રારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.
બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોના બાળકોને કન્સ્ટ્રકશનની તાલીમ વિનામૂલ્યે લેવા અનુરોધ

Recent Comments