fbpx
ભાવનગર

બાંધકામ શ્રમયોગીઓએ યોજનાઓ અંતર્ગત ના લાભ મેળવવા માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ માં નોંધણી કરાવવી જરૂરી

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની રચના ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્ટ્રકશન વર્કર એક્ટ, ૧૯૯૬ ની કલમ ૧૮ હેઠળ કરવામાં આવી છે. રાજ્યમાં બાંધકામ શ્રમયોગયોની કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવા બોર્ડની રચના કરવામાં આવેલ છે. બાંધકામ શ્રમયોગીઓએ યોજનાઓ અંતર્ગત ના લાભ મેળવવા માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ માં નોંધણી કરાવવી જરૂરી છે.

રાજ્યમાં બાંધકામ શ્રમયોગી ના કલ્યાણ અને ઉત્કર્ષ માટે કાર્યરત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજના, શિક્ષણ સહાય યોજના, પ્રસુતિ સહાય યોજના, શ્રમિક પરિવહન યોજના, ધન્વંતરી આરોગ્ય રથ યોજના વગેરે અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માટે બાંધકામ વ્યવસાયમાં રોકાયેલ શ્રમિકો દ્વારા બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરાવવી આવશ્યક છે. આ માટે તા.૮-૬-૨૦૨૧ ના રોજ મુખ્યમંત્રીશ્રી ના વરદ હસ્તે ઈ-નિર્માણ પોર્ટલનો શુભારંભ કરાવવામાં આવેલ છે.

નોંધણીની પ્રક્રિયા ને સરળ બનાવવા અને તેની સુલભતા વધારવા તેમજ ગુજરાત રાજ્યમાં મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી જાતે નોંધણી કરી શકે તે માટે ઈ નિર્માણ પોર્ટલ https://enirmanbocw.gujarat.gov.in/ અને ગુગલ પ્લે સ્ટોર પર ના ઈ નિર્માણ એપ દ્વારા બોર્ડમાં જાતે જ નોંધણી કરી શકે તેમ જ જિલ્લાના કોઈપણ કોમન સર્વિસ સેન્ટર પર જઈને નોંધણી કરાવી શકે છે. બાંધકામ શ્રમયોગીની નોંધણી માટેની પાત્રતા ૧૮થી ૬૦ વર્ષની વય મર્યાદા, છેલ્લા ૧૨ મહિનામાં ૯૦ દિવસથી ઓછું ન હોય તેટલા સમય માટે મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રે કાર્યરત હોવાના પુરાવા સાથે આધારકાર્ડ અને અન્ય જરૂરી દસ્તાવેજોમાં રેશનકાર્ડ અને બેન્કની વિગતો સાથે બોર્ડમાં નોંધણી કરાવી શકે છે.

વધુમાં જે બાંધકામ શ્રમિક તરીકે પહેલાથી જ બોર્ડ માં નોંધાયેલ છે તેવા નોંધાયેલા બાંધકામ શ્રમિકોને વિગત જેમકે આધાર કાર્ડ, રેશનકાર્ડ, બેંક ખાતાની માહિતી તથા મોબાઈલ નંબર અધુરી તથા ખૂટતી હોવાથી જે તે જિલ્લાના નજીકના CSC સેન્ટર પર જઈ અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ની કચેરી ખાતે જઈ તમામ ડોક્યુમેન્ટ જેવા કે ૯૦ દિવસના મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી તરીકે કાર્યના પ્રમાણપત્ર, વયના પુરાવા, આધાર કાર્ડ, રેશનકાર્ડ, બેંક ખાતાની માહિતી અને ઓળખના સરકારી દસ્તાવેજો સાથે તથા મોબાઈલ નંબર વેરીફાઈ કરાવીને બાંધકામ શ્રમિક તરીકેનું સ્માર્ટ કાર્ડ મેળવી લેવા બાંધકામ શ્રમિકોને જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts