બાંસુરી સ્વરાજને દિલ્હી ભાજપના લીગલ સેલના સહ-સંયોજક બનાવાયા
ભાજપના દિગ્ગજ નેતા સ્વર્ગીય સુષમા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજને ભાજપે મહત્વની જવાબદારી સોંપી છે. તેમને દિલ્હી ભાજપના લીગલ સેલના સહ-સંયોજક બનાવવામાં આવ્યા છે. આ પદ મળ્યા બાદ બાંસુરીએ સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો છે. બાંસુરી સ્વરાજ સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરે છે. દિલ્હી બીજેપીના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ રાજ્ય એકમમાં તેમની પ્રથમ નિમણૂકમાં પક્ષના પૂર્ણ-સમયના પ્રદેશ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યા પછી બાંસુરી સ્વરાજને લીગલ સેલના સહ-સંયોજક તરીકે નિયુક્ત કર્યા છે.
શુક્રવારે જાહેર કરાયેલા એક પત્રમાં સચદેવાએ જણાવ્યું હતું કે સ્વરાજની નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવશે અને તેનાથી ભાજપને મજબૂત થવાની અપેક્ષા છે. બાંસુરી સ્વરાજે કહ્યું કે તે એક યોગ્ય વકીલ છે અને પહેલાં પણ કાયદાકીય મામલામાં પાર્ટીની મદદ કરતી રહી છે. તેમણે કહ્યું- વાત બસ એટલી છે કે મને ઔપચારિક રૂપથી દિલ્હી ભાજપના કાયદા વિભાગના સહ-સંયોજક રૂપમાં વધુ સક્રિય રૂપથી પાર્ટીની સેવા કરવાનો અવસર આપવામાં આવ્યો છે.
ભાજપ દ્વારા પદ અપાયા બાદ બાંસુરીએ ભાજપ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડા, બીએલ સંતોષ, વીરેન્દ્ર સચદેવા, દિલ્હી ભાજપનો આભાર વ્યક્ત કર્યો છે. નોંધનીય છે કે બાંસુરી સ્વર્ગીય સુષમા સ્વરાજ અને સ્વરાજ કૌશલની એકમાત્ર પુત્રી છે. તેણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. અભ્યાસ બાદ તે ક્રિમિનલ લોયર તરીકે દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પેક્ટિસ કરી રહી છે.
Recent Comments