બાઇક ચોરીના બે આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ઝડપી પાડ્યા
જાે તમે સ્ટેયરિંગ લોક કર્યા વીના બાઇક પાર્ક કરો છો તો ચેતી જવાની જરૂર છે. કારણકે અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી એ એવી જ એક ચોર ટોળકીનો પર્દાફાશ કર્યો છે. જેઓ પોતાના મોજશોખ માટે બાઇક ચોરી કરી મિત્રને વેચાણ કરતો હોવાનું સામે આવ્યુ છે. પોલીસે બે આરોપી ધરપકડ કરી ૧૦ બાઇકના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે.
એસ.જી હાઇવે અને આસપાસના વિસ્તારોમાં પાર્ક કરેલ બાઇક ચોરીને અંજામ આપતાં બે આરોપી ગ્રામ્ય એલ.સી.બીના સિકંજામા આવ્યાં છે. આરોપી પીયૂષ ઉર્ફે જીગો ચૌહાણ અને અક્ષય પરમારની બાઇક ચોરીના ગુનામા ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી ૧૦ બાઇક કબ્જે કરવામાં આવ્યાં છે. ૨.૬૩ લાખની કિંમતના ૧૦ બાઇક ધોળકા, કોંઠ, સરખેજ, સોલા સહીતનાં વિસ્તારમાંથી ચોરી કર્યા હોવાનું સામે આવ્યુ છે.
પકડાયેલ બન્ને આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ કે, આરોપી પીયૂષની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી વધુ રૂપિયા કમાવવાની લાલચે બાઇક ચોરીના રવાડે ચડ્યો હતો. અને ચોરી કરેલા બાઇક પોતાના મિત્ર અક્ષય પરમારને વેચતો હતો. પોલીસે એક બાઇક પીયૂષ અને ૯ બાઇક અક્ષય પાસેથી કબ્જે કર્યા છે. મહત્વનું છે કે બાઇક ચોરી કરવા માટે ઇલેક્ટ્રિક સોકેટમાં ચેડાં કરી તઓ ચોરી કરતા હતા.
મોજશોખ માટે આરોપીઓ છેલ્લાં ૬ મહિનાથી બાઇક ચોરી કરવાના રવાડે ચડ્યા હતાં. પકડાયેલ બન્ને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ તે દિશામા પોલીસે તપાસ શરૂ કરી છે.
Recent Comments