ગુજરાત

બાઈકમાં દારૂની હેરાફેરી કરતા મધ્યપ્રદેશના બે શખ્સ ઝડપાયા

બુટલેગરો દારૂની હેરાફેરી માટે અવનવા કીમિયા અપનાવતા હોય છે. ત્યારે પંચમહાલમાં બાઈકમાં દારૂની હેરાફેરી કરતા શખ્સો ઝડપાયા છે. બાઇકની સીટ નીચે ચોરખાનું બનાવી દારૂ સંતાડયો હતો. મોરવા હડફ પોલીસે ચેકિંગ દરમિયાન બાઇક ચાલકને રોકતા ભાંડો ફૂટ્યો હતો. બાઇકની સીટ નીચે બનાવેલ ચોર ખાનામાંથી રૂપિયા ૨૬ હજારની કિંમતની ૨૧૭ બોટલ મળી આવી હતી. જાે કે, ચાલકે પોલીસને જાેઈ બાઇક મૂકી ભાગવાની કોશિષ કરી હતી, પરંતુ પોલીસે બાઇક સહિત રૂપિયા ૫૧ હજારથી વધુના મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશના બે શખ્સને ઝડપ્યા હતા.

Related Posts