રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. દરરોજ અનેક જગ્યાઓ પરથી અકસ્માતની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. બાલાસિનોરના ગધાવાળા ગામ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતની ઘટનામાં લુણાવાડાથી તલાટીની પરીક્ષા આપી બાઈક ઉપર ઘરે પરત જઈ રહેલ પરીક્ષાર્થીનું મોત થયું છે. જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત થયો છે. બાઈક અને કાર વચ્ચે સર્જાયો હતો ગમખ્વાર અકસ્માત. બાઈક પર સવાર પરીક્ષાર્થીનું મોત થયું છે. અન્ય એક ઇજાગ્રસ્ત થયો છે. કારમાં સવાર લોકોને પણ ઇજાઓ પહોંચી છે. પરીક્ષા આપી ઘર તરફ પરત ફરી રહેલ પરીક્ષાર્થીનું કમ કમાટી ભર્યું મોત થયું છે. રાજ્યમાં આજે તલાટીની પરીક્ષા હતી. રાજ્યમાં ૮ લાખથી વધુ વિદ્યાર્થીઓએ તલાટીની પરીક્ષા આપી હતી.
બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, તલાટીની પરીક્ષા આપી બાઈક ઉપર પરત ઘરે જતા પરીક્ષાર્થીનું થયું મોત


















Recent Comments