fbpx
ગુજરાત

બાઈક સવારને કારે અડફેટે લેતા યુવાન કેનાલમાં ડૂબ્યા

ગુજરાતમાં અકસ્માતોનાં કેસો સતત વધતા જાેવા મળી રહ્યા છે. ઘણીવાર અકસ્માતો જીવલેણ પણ નીવડતા હોય છે. ત્યારે ખેડા જીલ્લાનાં ઠાસરા તાલુકાનાં સેવાલીયા રોડ પર અકસ્માતની ઘટના બની હતી. સ્થાનીકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને ત્યારબાદ નડિયાદ ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી,

જે થોડા સમયમાં જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસને તપાસ આગળ હાથ ધરતા જાણવા મળ્યું કે, અકસ્માત બાઈક સવાર અને કાર વચ્ચે થયું હતું. બાઈક સવારને કારે ટક્કર મારતા બાઈક સવાર યુવાન મહી કેનાલમાં ડૂબ્યો હતો. મળતી માહિતી મુજબ બાઈક સવાર યુવાન બાલાસિનોરનો વતની હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પોલીસે આગળ આરોપીને પકડવાની કાર્યવાહી શરુ કરી દીધી છે.

Follow Me:

Related Posts